
વિજાપુર ડેપો મા નગર પાલિકા એ બનાવેલ ભૂગર્ભ લાઈન માંથી ગંદુ પાણી ઉભરાઈ બહાર રોડ ઉપર આવતા વેપારીઓ પરેશાન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ડેપો ની જગ્યાએ નગરપાલિકા એ બનાવેલ ભૂગર્ભ ગટર લાઇન નુ ગંદુ પાણી ડેપો માંથી બહાર રોડ ઉપર રેલાઈ ને ન્યાયાલય સુધી પોહચે છે. આ બાબતની જાણ ડેપો મેનેજર તેમજ વેપારીઓએ ચીફ ઓફિસર સમક્ષ લેખીત તેમજ મૌખિક વારંવાર કરી છે પરંતુ હજુસુધી પાલીકા દ્વારા નિકાલ કરાયો નથી. આ બાબતે પાલીકા નો સંપર્ક કરતા પાલીકા સૂત્રોએ જણાવ્યું હતુકે ડેપો ની જગ્યા છે. ડેપો મેનેજરે તેનો નિકાલ કરવો જોઈએ જ્યારે આ બાબતે ડેપો મેનેજર નો સંપર્ક કરતા ડેપો મેનેજરે જણાવ્યું હતુ કે અમારી ડેપો ની જગ્યા છે. પરંતુ જ્યારે પાલીકા દ્વારા ભૂગર્ભ લાઈન નાખી હતી. જે અમારી ડેપો ની જગ્યામાં ખાડો કરી ભૂગર્ભ ગટર લાઇન નાખી છે. આમ બંને તંત્ર ની હુંસાતુંસી મા વેપારીઓ ગટર ના રેલાઈ રહેલા ગંદા પાણી થી પરેશાની ભોગવી રહ્યા છે. જ્યારે વેપારીઓ દ્વારા ડેપો મેનેજર તેમજ પાલીકા મા લેખીત અને મૌખિક રજૂઆત બાદ પણ તંત્રનુ પેટનુ પાણી હાલતું નથી આઅંગે સ્થાનીક વેપારીઓએ તા 22/7/2025 ના રોજ પાલીકા ને લેખીત રજુઆત કરવા મા આવી છે. સ્થાનીક વેપારીઓએ જણાવ્યું હતુકે ડેપો મા આવેલ શૌચાલય નુ ગંદુ પાણી ડેપો માંથી ગટર માંથી ઉભરાઈ ને બહાર આવે છે. જેમાં આસપાસ આવેલ દુકાનો ભોજનાલય તેમજ નાસ્તા હાઉસ આગળ રેલાઈ ને કોર્ટ ના શકુંલ સુધી પોહચેછે. જેના કારણે રાજમાર્ગ મા ભારે ગંદકી ફેલાઈ છે. ગંદા પાણી ના કારણે છેલ્લા ઘણા સમય થી મચ્છરો નો ઉપદ્રવ વધ્યો છે. જેથી ઘણા વેપારીઓ પણ બીમાર પડી દવાખાને સારવાર લીધી હતી. ગંદકીના કારણે ગ્રાહકો ઉપર પણ ઘણી અસર પડી છે. અહી નાસ્તો કે ભોજન માટે આવતા પણ અચકાય છે. જેથી પાલીકા સત્વરે ઉકેલ લાવે નહિ તો આગામી દિવસો મા ઉગ્ર આંદોલન કરવા મા આવશે તેવી સ્થાનીક લોકો એ ચીમકી આપી હતી. સરકાર દ્વારા પાલીકા તેમજ ડેપો દ્વારા સ્વચ્છતા અભિયાન ના મોટા બણગા ફૂકે છે. ત્યારે અહી ફેલાતી ગંદકી નો નિકાલ કરવા મા નિષ્ફળ બની છે. શું પાલીકા ડેપો એક બીજા ની હુંસાતુંસી છોડી વેપારી ના પ્રશ્ન નો નિકાલ લાવવા પ્રયત્ન કરશે ખરા કે પછી તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ રાખી વેપારીઓને પરેશાન જ કરશે





