MEHSANAVIJAPUR

વિજાપુર ધનલક્ષ્મી સોસાયટી આગળ ગટર ઉભરાતા રહેવાસીઓમાં રોષ ચીફ ઓફિસરે સત્વરે પ્રશ્ન ના નિકાલ માટે ખાત્રી આપી

વિજાપુર ધનલક્ષ્મી સોસાયટી આગળ ગટર ઉભરાતા રહેવાસીઓમાં રોષ ચીફ ઓફિસરે સત્વરે પ્રશ્ન ના નિકાલ માટે ખાત્રી આપી

oppo_0

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરની ધનલક્ષ્મી સોસાયટીના પ્રવેશદ્વાર આગળ વાદીવાસ વિસ્તારમાં છેલ્લા આઠ મહિનાથી ગટર ઉભરાતી હોવાના કારણે રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ મુદ્દે સોસાયટી દ્વારા નગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય નિકાલ ન આવતાં હવે આંદોલનની ચેતવણી આપવામાં આવી છે.
oppo_0
oppo_0
રહેવાસીઓના જણાવ્યા મુજબ રેલ્વેનું નાળું બનાવ્યા બાદ ગટર લાઇન આગળથી બંધ થઈ ગઈ છે. મૂળ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી ગટરમાં વાદીવાસના કેટલાક લોકોએ સંડાસના જોડાણ આપી દીધા હોવાથી પરિસ્થિતિ વધુ વિકટ બની છે. ગટર ચોવીસ કલાક ઉભરાતી રહેતા આસપાસ દુર્ગંધ ફેલાઈ રહી છે અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. સાથે જ રોગચાળો ફેલાવાનો ભય પણ રહેવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે.
આ બાબતે ધનલક્ષ્મી કો-ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ અશોકભાઈ પટેલ અને મંત્રી કે.કે. પટેલે ચીફ ઓફિસર, નગરપાલિકાને લેખિત રજુઆત કરી તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. સાથે જ મામલતદારને પણ નકલ રવાના કરવામાં આવી છે.
રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક નિકાલ નહીં આવે તો ગાંધી રાહે ઉપવાસ આંદોલન હાથ ધરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. જોકે સોસાયટી જનો ની રજુઆત ને પગલે ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ અને એસ આઈ મનીષા બેન રાઠીડ સોસાયટી સ્થળે પોહચી સોસાયટી વિસ્તારમાં માં પોહચી ને ઉભરાતી ગટરો નો નિરીક્ષણ કરી સત્વરે પ્રશ્ન નો નિકાલ કરવાની ખાત્રી આપી હતી.

Back to top button
error: Content is protected !!