
વિજાપુર ગોવિંદપુરા જૂથ પંચાયત ની બીજી પાલીકા ની માંગણી સામે શહેર હિત રક્ષક સમિતિ દ્વારા બંધ નુ એલાન સમિતિ દ્વારા આવેદનપત્ર આપવાનું આયોજન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પાલીકા ની હદ વધારવા માટે સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી આસપાસ ની સોસાયટી ઓ તથા સર્વે નંબરો નગર પાલિકા ને ગેજેટ દ્વારા સોંપી દીધેલ છે.પરંતુ ગોવિંદપુરા જૂથ પંચાયત ના આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો શહેર નો વિકાસ ઈચ્છતું નથી તેમ પાલીકા ની નજીક મા બીજી નગર પાલિકા બનાવવા માટે સરકાર મા વારંવાર રજુઆત કરે છે. રેલીઓ કાઢી આવેદનપત્ર આપે છે જેના અનુસંધાને શહેર ના જાગૃત બનેલા નગર જનો દ્વારા શહેર હિત રક્ષક સમિતિ ના બેનર હેઠળ ગોવિંદપુરા જૂથ પંચાયત ના આસપાસ ના ગામોની પાલીકા બે ની માંગણીઓ ના વિરોધ મા સમગ્ર શહેર અને જૂથ પંચાયત ની હદ વિસ્તાર માં આવેલ સોસાયટી વિસ્તાર સંગઠિત બની શહેર નો વિસ્તાર બંધ રાખી મામલતદાર ને આવેદનપત્ર સુપ્રત કરવાનુ ગુરુવારે તા.૨૦/૩/૨૦૨૫ ના રોજ દુકાનો ધંધાઓ બંધ રાખી મામલતદાર ને આવેદન પત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરી વિસ્તાર અને જૂથ પંચાયત ની હદ વિસ્તાર માં આવતી તમામ સોસાયટી ના રહીશો ને એકત્રિત થવાની પત્ર અને શહેર માં રીક્ષા ફેરવી ને અપીલ કરવામાં આવી છે. આ અંગે પૂર્વ પાલીકા ઉપપ્રમુખ અસ્પાક અલી સૈયદ અને પૂર્વ પાલીકા કારોબારી ચેરમેન અગન ભાઈ બારોટ જણાવ્યું હતુ કે પાલીકા ની હદ વિસ્તાર વધશે તો તાલુકા નુ અને ગામનું વિકાસ વધશે વર્ષ ૧૯૮૦ મા જ્યારે નગર પંચાયત હતી. તે સમયે હદ વધારવા ની કાર્યવાહી થઈ હતી. તે સમય મા પંચાયત દ્વારા નાકા ઓ મૂકવા મા આવ્યા હતા. અને રેલ્વે ફાટક ની ટીબી વાળા ભાગ મા વેપાર નો પાવર લુમ ચાલતી હતી. તે સમયે કેટલાક રાજકીય વગ ને કારણે હદ વિસ્તારની કાર્યવાહી અટકી હતી. જેને કારણે હાલમાં શહેરનો વિકાસ પણ રૂંધાયો હતો. હાલમાં પણ હદ વિસ્તાર ની કાર્યવાહી થઈ રહી છે. જો રાજ્ય સરકાર તાલુકાનો વિકાસ કરવા માંગતી હોય તો હદ વિસ્તાર વધારી ને શહેર નો અને ગામનું વિકાસ વધશે જેને લઇ હાલમાં શહેરનું જે રીતે વિકાસ અટકી ગયું છે તેને વધારી બ કેટેગરી એક પાલીકા બને અને હદ વિસ્તાર વધે તે માટે આગામી દિવસ શહેર ના લોકો હિત રક્ષક સમિતિ ના નેજા હેઠળ આવેદનપત્ર તેમજ રેલી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે.



