
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જીલ્લામાં ડી.એ.પી રાસાયણિક ખાતરની અછત બાબતને લઇ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર
અરવલ્લી જિલ્લામાં હાલ ખેતીવાડી ક્ષેત્રે ઘઉં,મકાઈ,ચણા અને બટાકા જેવા અન્ય શિયાળુ વાવેતર માટે ખરીદ વેચાણ સંઘ અને મંડળીઓમાં ડી.એ.પી ખાતર સરકાર દ્વારા સહાયના ધોરણે આપવામાં આવતું હોય છે. જે આ ડી.એ.પી રાસાયણિક ખાતર માટે હાલ અરવલ્લી જિલ્લામાં ખેડૂતો વલખા મારી રહ્યા છે અને તેમને વાવેતર તો કરવું છે પરંતુ આ ડી.એ.પી ખાતર ન હોવાના કારણે તેમના ખેતરો હાલ ખેડ કરીને તૈયાર પડી રહ્યા છે સરકારની બધી યોજનાઓ ખૂબ સારી જ હોય છે પરંતુ જ્યારે એ યોજના થકી જ્યારે ખેડૂતોને આવા રાસાયણિક ખાતરોની જરૂરિયાત હોય અને જે સમય જરૂરિયાત હોય તે સમયે ના મળે તો આ યોજનાઓનો કોઈ હેતુ રહેતો નથી તેવી ભલામણ સાથે આ ખેડૂતો તેમના ખેતરમાં વાવેતર કરવા માટે જે અટવાયા છે તો આ બાબતે ખેતીવાડી જોગ રાસાયણિક ખાતરો અરવલ્લી જીલ્લાના તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે મળી રહે તે હેતુ થી વિનંતી ભર્યો પત્ર કૃષિ મંત્રી ને લખ્યો હતો




