ડાંગ જિલ્લામાં કુલ 60 ગ્રામ પંચાયતો પૈકી 51 ગ્રામ પંચાયતમાં ભાજપાએ ભગવો લહેરાવ્યો…
ડાંગ જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપા) એ ભવ્ય વિજય મેળવીને કોંગ્રેસનો સફાયો કરી દીધો છે.ડાંગ જિલ્લામાં ગ્રામ પંચાયતની કુલ 60 બેઠકોમાંથી, ભાજપાએ 51 બેઠકો પર કબ્જો જમાવી ભગવો લહેરાવ્યો છે.જે ડાંગ જિલ્લામાં ભાજપા પાર્ટીના મજબૂત પકડનો સંકેત આપે છે.આ પ્રચંડ વિજય બાદ ડાંગ ભાજપ સંગઠન દ્વારા આહવા ખાતે નવનિયુક્ત સરપંચોનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આહવા, વઘઈ અને સુબિર તાલુકામાંથી બિનહરીફ ચૂંટાયેલા સરપંચો અને સભ્યો તેમજ ચૂંટણીમાં દબદબાભેર જીતેલા નવનિયુક્ત સરપંચો અને સભ્યોને સ્ટેજ પર આવકારી તેમનું સન્માન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈન, ડાંગ ભાજપ પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીત, ડાંગ ભાજપ સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈ, મહામંત્રીઓ હરિરામભાઈ સાંવત, રાજેશભાઈ ગામીત, દિનેશભાઈ ભોયે, ગુજરાત આદિજાતિ મોરચા મંત્રી સુભાષભાઈ ગાઈન,બાંધકામ અધ્યક્ષ સુરેશભાઈ ચૌધરી, સહિત મોટી સંખ્યામાં ચૂંટાયેલા સરપંચો અને વોર્ડ મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ડાંગના ધારાસભ્ય વિજય પટેલ અને સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈએ નવનિયુક્ત સરપંચોને ગામના વિકાસ માટે આહવાન કર્યું હતું. તેમણે દરેક વ્યક્તિને વિકાસની વાચા મળે તે માટે અનુરોધ કર્યો અને ખાતરી આપી કે ભાજપ પાર્ટી હંમેશા તેમની સાથે ઊભી રહેશે. આ વિજય ડાંગ જિલ્લામાં ભાજપના વધતા પ્રભાવ અને સ્થાનિક સ્તરે લોકોના સમર્થનને દર્શાવે છે..
«
Prev
1
/
77
Next
»
નર્મદા જિલ્લાના ગોરા ગામે દિવાલ ધસી પડતા ત્રણ કામદારોનું મૃત્યુ,MLA ચૈતર વસાવાએ અગત્યની માંગ કરી.
જાગૃત નાગરિક દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ નો વિડ્યો વાયરલ કરી પોલીસની પોલ ખોલ્લી
મોરબીમાં Jalaram Jayantiની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓનો આરંભ