
વિજાપુર હીરપુરા સાબરમતી નદી ઉપર આવેલ ચેકડેમ મા નવીન આવેલુ પાણી જોવા ગયેલા મહેશ્વરપુરા ગામના યુવકનું ડૂબી જવાથી મોત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના હીરપુરા ગામે આવેલ સાબરમતી નદી ઉપર બનાવેલ ચેકડેમ ઉપર મહેશ્વરપુરા ગામના દેવીપૂજક સમાજના યુવકો પાણી જોવા માટે ગયા હતા. ચેકડેમ ઉપર ગયેલા યુવકો પૈકીનાં નગીનભાઈ પ્રવીણ ભાઈ દેવીપૂજક નામના યુવક નું પગ લપસી પડતાં નદીના વહેણ મા તણાઈ ડૂબી ગયો હતો જેની જાણ મંગળવારે પોલીસ અને પાલીકાના ફાયર વિભાગના ભાવેન્દ્ર સિંહ તેમજ રાજન પટેલ સહિતની ટીમ મળતા સ્થળ ઉપર પોહચ્યાં હતા. જ્યાં ફાયર વિભાગ અને હિમતનગર થી બોલાવેલ એન. ડી. આર. એફ ની ટીમે સયુંકત શોધખોળ શરૂ કરતા ડૂબી ગયેલ યુવક નગીન ભાઈની લાશ ૨૪ કલાક ની ભારે જહેમત બાદ બુધવારે મળી આવી હતી. મૃતક યુવકને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યો હતો. પીએમ બાદ પોલીસે લાશને પરીવાર જનો ને શોપતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી.




