GUJARAT
હાલારમાં “સેવાસેતુ” હેઠળ પશુ આરોગ્ય કેમ્પ
*લાલપુર તાલુકાના પીપરટોડા ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું*
*જામનગર તા.21 સપ્ટેમ્બર,* લાલપુર તાલુકાના પીપરટોડા ગામે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 71 લાભાર્થીના 501 પશુઓને મેડીસીન સારવાર, ગાયનેક સર્જરી અને અને કૃમિનાશક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સ્વછતા હી સેવા અભિયાન ગામમાં સ્વછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ/કે.સી.સી.ના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. સહભાગી થયેલા સર્વે પશુપાલકોને સ્વચ્છ દૂધ ઉત્પાદન, જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. તેમ નાયબ પશુપાલન નિયામક શ્રી ડો.તેજસ શુકલ, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.
*000000*