
વિજાપુર ખણુસા હાઇવે રોડ ઉપર વિજાપુર સુરત બસ ની હડફેટે આવેલ આશ સેકન્ડરી સ્કૂલ ની વિદ્યાર્થિની નુ સારવાર દરમ્યાન મોત
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખણુસા હાઇવે ઉપર આઠ દિવસ પૂર્વે વિજાપુર થી સુરત જતી બસની હડફેટે આવેલ આશ સેકન્ડરી સ્કૂલ મા ધોરણ 11 કોમર્સ મા અભ્યાસ કરતી વિદ્યાર્થિની નિકિતા ગોસ્વામી નુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મોત ના સમાચાર થી પરીવાર જનો અને ગ્રામજનો મા ભારે શોક ની લાગણી જન્મી છે. ગત બુધવારે શાળા માંથી છૂટી ને સાયકલ ઉપર ઘેર જતી નિકિતા ગોસ્વામી ને ખણુસા ગામ માં જવાના વળાંક મા સુરત જતી બસે હડફેટે લીધી હતી. તેને સારવાર માટે સરકારી જનરલ હોસ્પીટલ ખાતે તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ શાળાના શિક્ષક ટ્રસ્ટી તેમજ પરીવાર જનો વધુ સારવાર માટે ખાનગી દવાખાને લઇ જવાઇ હતી જ્યાં અઠવાડિયા સુધી ચાલેલી સારવાર દરમ્યાન નિકિતા ગોસ્વામી નુ નિધન થયું હતું.અકસ્માત ના બનાવ ને લઈ ઘણા દાતાઓ એ સારવાર માટે સહાય શરૂ કરવા મા આવી હતી. મોત ના સમાચાર ને પગલે શાળા ના બાળકો મા પણ ભારે ગમગીની ફેલાઇ હતી.




