BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

પોલીસે 2 અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, 4 લોકોની ધરપકડ

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસમાં સ્ટાફ વાગે રોડ ગોકુલધામ સોસાયટીની સામે રોડ ઉપર વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન નવસારી જિલ્લા પાર્સિંગની એક આવતા પોલીસે તેને અટકાવી હતી. પોલીસે કારમાં તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 3,000થી વધુના દારૂના જથ્થા સાથે સુરતના કાપોદ્રા સ્થિત લંબે હનુમાન રોડ રહેતા અંકિત પ્રવીણ મકવાણા, સુનિલ ભગવાન ખેરાળા અને કાળુ ભીખા ચાવડાને ઝડપી પાડ્યો હતો. જ્યારે અંકલેશ્વર GIDC પોલીસે સારંગપુર વિસ્તારમાં આવેલા યોગેશ્વર નગરમાં રહેતો બુટલેગર સીનોદકુમાર ઠાકુરના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે મળી કુલ 2 હજારથી વધુનો મુદ્દામાલ અને બૂટલેગરને ઝડપી પાડ્યો હતો.

Back to top button
error: Content is protected !!