GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર બાઉન્ડ્રી નજીક અજાણી લાશ મળી; ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ હાથ ધરી

 

WAKANER:વાંકાનેર બાઉન્ડ્રી નજીક અજાણી લાશ મળી; ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ હાથ ધરી

 

 

મૃતક વ્યક્તિ વિશે કોઈપાસે જાણકારી હોય તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના નંબર ૬૩૫૯૬૨૬૦૮૬ ઉપર સંપર્ક કરવો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી અજાણી લાશ મળી આવતા મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર તા.૧૧/૦૬/૨૦૨૫ ના ૧૪:૩૫ વાગ્યા પહેલા કોઇ પણ સમયે મરણ જનાર ૪૦ થી ૪૫ વર્ષની અજાણી વ્યક્તિ (પુરુષ) વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ બસ સ્ટેન્ડ ખાતે સુતેલી હાલતમાં કોઇ બીમારીના કારણે મૃત્યુ થયું હોવાથી તેની લાશ મળી આવી હતી. જેની લાશનું વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરાવી વાંકાનેર સરકારી હોસ્પીટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.

મૃતકના વાલી-વારસ ન મળ્યા હોવાથી બિનવારશી લાશની ઓળખ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતકે ઉપર આછા ક્રીમ કલરનો આખી બાયનો શર્ટ તથા બ્લુ કલરની નાઇટ પેન્ટ પહેરેલ છે. શરીરે પાતળો બાંધો તથા માથાના વાળ લાંબા કાળા તથા સફેદ છે. મૃતકના વાલીવારસ મળે કે તેમના અંગે કોઈ જાણકારી હોય તો તપાસ કરનાર અધિકારી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. જી.કે.પરમારના મોબઈલ નંબર ૮૪૬૦૨૦૪૨૪૮ અથવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ટેલીફોન નંબર ૬૩૫૯૬૨૬૦૮૬ પર સંપર્ક કરવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!