
વિજાપુર માલોસણ ગામના ઈસમે જમીન વેચાણ માટે બાના પેટે રૂપિયા પાંચ લાખ લઇને જમીન દસ્તાવેજ નહિ કરી આપતા યુવતીએ છેતરપિંડી ની ફરીયાદ નોંધાવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ના માલોસણ ગામના ઈસમે જમીન નામે નહિ હોવા છતાં જમીન વેચાણ કરવા ની હોવાનું કહી યુવતી ના સસરા સાથે જમીન નો વીઘા ના રૂપિયા 21 લાખ કિંમત નક્કી કરી રૂપિયા 5 લાખ બાના પેટે લઈ ને જમીન નો દસ્તાવેજ નહિ કરી આપતા બાના ના રૂપિયા પણ પરત નહિ કરતા યુવતીએ પોલીસ મથકે છેતરપિંડી ની ફરીયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ વિજાપુર શહેર મા આવેલ સામવેદ સોસાયટી મા રહેતા જાનકી બેન સોની ના સસરા ને જાનકી બેન સોની ના નામે જમીન લેવાની હોઈ માલોસણ ગામના પોપટ ભાઈ બેચર ભાઇ પટેલ સંપર્ક મા આવેલા તેઓએ માલોસણ ગામે આવેલ જમીન સર્વે નંબર 103 જૂનો સર્વે નંબર 274 કુલ ક્ષેત્રફળ 0.62.35 હે.ચો.મી વેચવાની છે. તેમ જણાવી વીઘા રૂપિયા 21 લાખ ની કિંમત નક્કી કરી હતી. જેના માટે રૂપિયા 5 લાખ બાના પેટે રોકડમા બે જણા ને સાક્ષી રાખીને આપ્યા હતા. જેની બાના ચિઠ્ઠી કરી આપેલ હતી.જમીન નામે નહિ હોવા છતાં રૂપિયા પાંચ લાખ નુ બાનુ લઈ દસ્તાવેજ નહિ કરી આપી લીધેલા રૂપિયા પાંચ લાખ પણ પાછા નહિ આપતા જાનકી બેન સોનીએ માલોસણ ના પોપટ ભાઈ બેચર ભાઇ પટેલ સામે છેતરપિંડી ની ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરીયાદ નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.



