વિજાપુર-પરા કડવા પાટીદાર સમાજના સંકુલ, ગોવિંદપુરા ખાતે ‘ધી સરદાર પટેલ કો.ઓપ. ક્રેડિટ સોસાયટી’નો રજત જયંતી મહોત્સવ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર અને પરા વિસ્તાર કડવા પાટીદાર સમાજના સંકુલ ગોવિંદપુરા ખાતે **ધી સરદાર પટેલ કો.ઓપ. ક્રેડિટ સોસાયટી લિ ના રજત જયંતી મહોત્સવ ૨૦૨૫ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સોસાયટીના ચેરમેન વિરચંદભાઈ પટેલ દ્વારા મહેમાનોનો પરિચય આપવામાં આવ્યો હતો. મેનેજિંગ ડિરેક્ટર બાબુભાઈ પટેલએ મહેમાનોનું સન્માન કરી સંસ્થાનો પરિચય અને સિદ્ધિઓ રજૂ કરી હતી.આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રૂષિકેશભાઈ પટેલ, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, સ્થાનિક ધારાસભ્ય સી.જે. ચાવડા, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી તેમજ પૂર્વ ધારાસભ્યો કાંતિભાઈ પટેલ, રમણભાઈ પટેલ, પી.આઈ. પટેલ સહિત ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટરો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.વિજાપુર-પરા કડવા પાટીદાર સમાજના લોકોએ આ રજત જયંતી મહોત્સવમાં મોટી સંખ્યામાં હાજરી આપીને કાર્યક્રમને સફળ સ હતો. મુખ્યમંત્રીની ઉપસ્થિતિએ સમાજની આ સહકારી સંસ્થાના ગૌરવપૂર્ણ ૨૫ વર્ષના પ્રવાસને વધુ ઉજ્જવળ બનાવ્યો હતો.