
વિજાપુર પોલીસે જુગાર રમતા સાત લોકોને રૂ 163270/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ચૌહાણ અને એમ બી ગોસ્વામી એ ટીમ બનાવી સફળ રેડ રેડ કરી જુગારીયાઓને ઝડપી લીધા
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જીલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક ની જીલ્લા મા દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ ને અટકાવવા માટે ની મળતી સતત સૂચના ઓ અને માર્ગદર્શન મુજબ વિજાપુર ની સ્થાનીક પીએસઆઈ ડી કે ચૌહાણ અને એમ બી ગોસ્વામી એ ટીમ વર્ક બનાવી શહેર મા દારૂ જુગાર ની પ્રવૃત્તિઓ અટકાવવા માટે પેટ્રોલીંગ કરી રહ્યા હતા નગર પાલિકા પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે ખત્રી કૂવા સનરાઇજ કોમ્પલેક્ષ ની બાજુમાં આવેલ ખુલ્લી ગેલેરી મા કેટલાક ઈસમો ભેગા મળી ને પોતાના આર્થિક ફાયદા માટે મોટો જુગાર રમી રહ્યા છે.પી એસ આઈ ડીકે ચૌહાણ અને એમ બી ગોસ્વામી એ પોલીસ સાથે ગેલેરી ઉપર ઉપર પોહચી ઘેરો કરી નાસવા જતા જુગારીયાઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા સ્થળ ઉપર થી જુગાર સાહિત્ય જુગાર મા મૂકેલ રૂપિયા 22,770/- મોબાઈલ ફોન નંગ 6 તેમજ વેગનઆર કાર સહિત રૂપિયા 1,63270/- નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર રમતા પકડાયેલા પ્રેમસિંઘ બિશન બહાદુર સિંઘ સરદાર તેમજ સુમન સિંહ ઉર્ફે ભોલો તેમજ મિતેષ સિંહ રાઠોડ તેમજ કિશન સિંહ ઝાલા તેમજ રાજેન્દ્ર સિંઘ સરદાર તેમજ સતપાલ સિંઘ સરદાર તેમજ સોરન સિંઘ સરદાર સહિત સાત જણા સામે જુગાર ધારા નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનીક પોલીસે જુગાર રમતા લોકો સામે લાલ આંખ જુગારીયાઓમાં ફફડાટ ફેલાયો છે.




