MEHSANAVIJAPUR

વિજાપુર રણાસણ હાઈસ્કૂલમાં વિદાય સમારોહ અને વાર્ષિકોત્સવ ઉજવાયો

વિજાપુર રણાસણ હાઈસ્કૂલમાં વિદાય સમારોહ અને વાર્ષિકોત્સવ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના રણાસણ ગામ સ્થિત પટેલ આર. કે. હાઈસ્કૂલમાં ધોરણ 10 તથા 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહ તેમજ વાર્ષિકોત્સવ ઉત્સાહપૂર્વક યોજાયો. કાર્યક્રમ પંકજભાઈ જે. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે રણાસણ ગ્રામ વિકાસ કેળવણી મંડળના પ્રમુખ રાજેશભાઈ પટેલ, તેમજ મંત્રી કાન્તિકાકા તેમજ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું સાલ અને ફૂલછડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું.વાર્ષિકોત્સવ અંતર્ગત જુનિયર કે.જી.થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ નાટક, અભિનયગીત, ગરબા, ફેશન શો, ફિલ્મી નૃત્ય તથા ધાર્મિક ગીતો સહિત કુલ 28 રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી પોતાની કળા અને આત્મવિશ્વાસનો ઉત્તમ પરિચય આપ્યો હતો. વિદ્યાર્થીઓના આ કાર્યક્રમોએ ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે રૂ. 2500, રૂ. 2000 અને રૂ. 1500નું ઇનામ આપવામાં આવ્યું હતું. દરેક વિષયમાં પ્રથમ ક્રમ મેળવનારને રૂ. 200 તથા શાળા કક્ષાની પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પણ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી શ્રી પટેલ રમેશભાઈએ દરેક બોર્ડ વિદ્યાર્થીને રૂ. 151 આપી શુભેચ્છા પાઠવી હતી, જ્યારે અધ્યક્ષ પંકજભાઈ પટેલે ધોરણ 10 અને 12ના દરેક વિદ્યાર્થીને રૂ. 5100 તથા બોલપેન આપી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન આર. એ. ભણાતે કર્યું હતું.

Back to top button
error: Content is protected !!