વિજાપુર: સાબરમતી નદીના પટમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, ૧૪૭૦ લીટર ૨,૯૪,૦૦૦નુ દારૂ જપ્ત ફરાર આરોપીઓ સામે ગુનો નોંધાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ભાથીપુરા ગામની સીમમાં સાબરમતી નદીના પટમાં દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ પર એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. આ રેઇડમાં એલસીબી પોલીસે મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જોકે આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે બાતમીના આધારે ભાથીપુરા ગામની સીમમાં સાબરમતી નદીના પટમાં દરોડો પાડ્યો હતો. દારૂ ગાળ્યા બાદ તેને ભાણપુર ગામના પરમારવાસમાં આવેલા પરમાર પનાભાઇ ગોકુળભાઇના બંધ મકાનની ઓસરીમાં સંતાડવામાં આવ્યો હતો.પોલીસે તપાસ કરતાં ઓસરીમાંથી પ્લાસ્ટિકના કેરબા નંગ-૪૨ મળી આવ્યા હતા, જેમાં ૧૪૭૦ લીટર દેશી દારૂ ભરેલો હતો, જેની કિંમત આશરે રૂ. ૨,૯૪,૦૦૦/- આંકવામાં આવી છે આ દારૂનું ગેરકાયદેસર ઉત્પાદન અને સંગ્રહ કરવા બદલ એલસીબી પોલીસે નીચેના ઈસમો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ ૬, ૬૫.એ, ૬૫, અને ૮૧ મુજબ ગુનો નો રાઠોડ સંજયસિંહ કનુસિંહ, રહે. ભાથીપુરા, તા. વિજાપુર ,રાઠોડ કલ્પેશસિંહ ફુલસિંહ, રહે. ભાથીપુરા, તા. વિજાપુર.,રાઠોડ વિષ્ણુસિંહ ઉર્ફે રહ્યો કનુસિહ, રહે. ભાથીપુરા, તા. વિજાપુર.વાળા પોલીસના દરોડા દરમિયાન આ તમામ આરોપીઓ હાજર મળી આવ્યા નહોતા. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે, તેમજ આ ગુનામાં સંડોવાયેલા અન્ય તમામ વ્યક્તિઓ વિરુદ્ધ પણ કાયદાકીય કાર્યવાહીહાથધરીછે