ARAVALLIMODASA

અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે રાણાસૈયદ ઝાડી-ઝાંખરામાં સંતાડી કતલખાને લઇ જવાતા 28 જેટલા ગૌવંશને બચાવ્યું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે રાણાસૈયદ ઝાડી-ઝાંખરામાં સંતાડી કતલખાને લઇ જવાતા 28 જેટલા ગૌવંશને બચાવ્યું

કસાઈઓ ફરાર ગૌમાતા રક્ષકનો મુખવટો પહેરી ગૌરક્ષાના બણગાં ફૂંકતી ભાજપ સરકારમાં કસાઈઓ બિન્દાસ્ત બન્યા હોવાની બૂમો જીવદયા પ્રેમીઓ પાડી રહ્યા છે મોડાસા ટાઉન પોલીસનો કાફલો રાણાસૈયદ વિસ્તારમાં પીકઅપ ડાલામાં અને ઝાડી-ઝાંખરામાં સંતાડી રાખેલ બે દિવસમાં કુલ 28  ગૌવંશ ને કતલખાને ધકેલાતું બચાવી લીધા હતા મોડાસા ટાઉન પોલીસ રાત્રીના સુમારે ત્રાટકી ઓપરેશન પુરૂ પાડી કસાઈઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું પોલીસ ત્રાટકતા કસાઇઓ અંધારામાં ફરાર થઈ ગયા હતા અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ચાંદ ટેકરી, રાણાસૈયદ અને કસ્બા વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા હોવાની વારંવાર બૂમો ઉઠી રહી છે મોડાસાના કતલખાનાઓમાં ગૌવંશની કતલ થતી હોવાની બૂમો વારંવાર ઉઠી રહી છે ત્યારે મોડાસાને અડીને આવેલા રાણાસૈયદ વિસ્તારમાં ઝાડી-ઝાંખરામાં ગેરકાયદેસર મોટી સંખ્યામાં ગૌવંશ અને પશુઓને કતલખાને ધકેલવાની પેરવી કરી રહ્યાની ASP સંજય કશવાલાને બાતમી મળતા ટાઉન PI કે.ડી.ગોહિલ ને સમગ્ર બાતમી અંગે જાણ કરતા મોડાસા ટાઉન પોલીસનો કાફલો મોટી સંખ્યામાં સોમવારે રાત્રિના સુમારે રાણાસૈયદ વિસ્તારમાં કોમ્બિંગ હાથધરાતા કસાઈઓ પોલીસ જોઈ ફરાર થયી ગયા હતા પોલી સતત બીજા દિવસે પણ બપોરના સમયે કોમ્બિંગ હાથ ધરાતા વધુ દસ જેટલા પશુઓ ને બચાવાયા હતા પીકઅપ ડાલામાં અને ઝાડી-ઝાંખરાંમાં સંતાડેલ વાછરડા,ગાય અને બળદ મળી કુલ-18 ગૌવંશ કિં.રૂ.75000 અને પીકઅપ ડાલું મળી કુલ.રૂ.કિં.3.75 લખાનો મુદ્દામાલ જપ્ત કરી ટાઉન પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ગૌવંશને ઇડર પાંજરાપોળ ખાતે મોકલી આપવા તજવીજ હાથધરી હતી

Back to top button
error: Content is protected !!