MEHSANAVIJAPUR

વિજાપુર સંઘપુર ગામે રેતી ના સ્ટોક ઉપર થી રેતી નો માલ રૂ.૫૧ લાખ ૧૭ હજાર માલ ખરીદી કરતા ભવ્ય ટ્રેડિંગ ના ભાગીદારો એ રૂ.૨૧ લાખ ૭૭ હજાર નહિ આપી વાયદાઓ કરી રૂપિયા નહિ ચૂકવતા ત્રણ સામે છેતરપિંડીની ફરીયાદ નોંધાઈ

વિજાપુર સંઘપુર ગામે રેતી ના સ્ટોક ઉપર થી રેતી નો માલ રૂ.૫૧ લાખ ૧૭ હજાર માલ ખરીદી કરતા ભવ્ય ટ્રેડિંગ ના ભાગીદારો એ રૂ.૨૧ લાખ ૭૭ હજાર નહિ આપી વાયદાઓ કરી રૂપિયા નહિ ચૂકવતા ત્રણ સામે છેતરપિંડીની ફરીયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના સંઘપુર ગામે રમણભાઈ મણીભાઈ પટેલના હસ્તક નદી ઉપર ની સાદી રેતી નો સ્ટોક પાવર ઓફ એટર્ની થી ચલાવતા રાજુભાઈ ત્રિકમ ભાઈ પટેલ પાસેથી સાદી રેતીના સ્ટોક ઉપર સને ૨૦૨૦ મા સાદી રેતીનો જથ્થો રૂપિયા ૫૧,૧૭,૨૩૯/- નો અમદાવાદ રહેતા ભવ્ય ટ્રેડિંગ ના નામથી ભાગીદારી મા ધંધો કરતા ભાગીદારો મુકુંદ ભાઈ પ્રહલાદ ભાઇ પટેલ તથા યોગેશ ભાઈ જયંતી ભાઈ પટેલ તથા કમલેશ ભાઈ પટેલે બાકી મા રેતી ખરીદી કરતા ટુકડે ટુકડે રકમ આપવા નો વિશ્વાસ ભરોશો આપ્યો હતો. કુલ બાકી ના રૂપિયા ૫૧,૧૭,૨૩૯/- માંથી રૂપિયા ૨૯,૪૦,૦૦૦/- રકમ ચૂકવી આપી હતી. જેને લઇ વિશ્વાસ ઊભો થયો હતો. પરંતુ બાકી રહી ગયેલા રૂપિયા ૨૧,૭૭,૨૩૯/- ની માતબર રકમ ની વારંવાર ઉઘરાણી કરતા તેના ખોટા વાયદાઓ કરી રકમ ની ચુકવણી નહિ કરતા વિશ્વાસ તોડતા રાજુભાઈ ત્રિકમ ભાઈ પટેલે પાવર ઓફ એટર્ની તેમજ રેતી ના માલ ના જથ્થાનો સ્ટેટમેન્ટ પોલીસ મથકે રજૂ કરી ભવ્ય ટ્રેડિંગ ના ત્રણેય ભાગીદારો સામે રકમ ની ચુકવણી નહિ કરી ખોટા વાયદાઓ કરી એકબીજા ના મદદ થી વિશ્વાસઘાત કરી રૂપિયા ૨૧,૭૭,૨૩૯/- ની છેતરપિંડી ની પોલીસ મથકે રાજુ ભાઈ ત્રિકમ ભાઈ પટેલે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ભવ્ય ટ્રેડિંગ ના ત્રણ ભાગીદારો સામે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!