
બેંગલુરુ ખાતે રાષ્ટ્રીય સ્તરની ગણિત સ્પર્ધામાં વિજાપુરના વિદ્યાર્થીઓનો ડંકો — ચેમ્પિયન ટ્રોફી સાથે વિજય
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગણિત ક્ષેત્રે વિજાપુરના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે કીર્તિમાન રચ્યો છે. તાજેતરમાં બેંગલુરુ ખાતે ક્યૂબાટિક સંસ્થા દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની ગણિત સ્પર્ધામાં વિજાપુરના ચાર વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ચેમ્પિયન ટ્રોફી અને મેડલ હાંસલ કર્યા હતા.આ સ્પર્ધામાં દેશભરના ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, તાલુકા ના ચાર વિધાર્થીઓ જેમાં દિવ્યાંજય દિગ્વિજયસિંહ વિહોલ અને અક્ષ નિલેશ કુમાર અને રુદ્રપાલ કિરપાલ સિંહ રાઠોડ અને વંદન કનુ ભાઈ જેમાં માત્ર ૮ મિનિટમાં ૨૦૦ ગણિતના દાખલા ઉકેલવાના પડકારરૂપ રાઉન્ડમાં તાલુકાના વિદ્યાર્થીઓ અદભૂત તેજસ્વિતા દર્શાવી હતી.જેમાં દિવ્યાંજય દિગ્વિજયસિંહ વિહોલ ચેમ્પિયન ટ્રોફી મેળવી હતી અક્ષ નિલેષકુમાર – પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો રુદ્રપાલ કિરપાલસિંહ રાઠોડ – પ્રથમ ક્રમાંક મેળવ્યો અને વંદન કનુભાઈ – બીજો ક્રમાંક તાલુકાના આ ચારેય વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાશાળી પ્રદર્શનથી શહેરનું અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આ સફળતા પાછળ માર્ગદર્શન આપનાર શિક્ષિકા મનીષાબેન પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે – “વિદ્યાર્થીઓની મહેનત અને સમર્પણના કારણે તાલુકાનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજાગર થયું છે.”તાલુકા શિક્ષણ જગતમાં આ સિદ્ધિ એક પ્રેરણારૂપ કિર્તિમાન સાબિત થઈ છે.




