
વિજાપુર તાલુકો જળ બંબાકાળ વરસાદ કોલવડા કુકરવાડા આનંદપુરા સહિત તળાવો ઓવરફ્લો બન્યા ગામડાઓમા પાણી ભરાયાં
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં જળ બંબાકાળ વરસાદ છ ઇંચ જેટલો વરસ્યો હતો. જેના કારણે કોલવડા આનંદપુરા કુકરવાડા સહિતના તળાવો ઓવરફ્લો થતાં આસપાસ ના ગામો અને નીચાણ વાળા વિસ્તારો મા પાણી ભરાઈ ગયા હતા. શહેરના ઈન્દીરા નગર મા પણ ઘરો મા પાણી ઘૂસી ગયા હતા જેને લઇને પાલીકા ના ચીફ ઓફિસર અલ્પેશ ભાઈ પટેલના માર્ગદર્શન મુજબ ફાયર વિભાગ અધિકારી ભવેન્દ્ર સિંહ તેમજ મનીષા બેન રાઠોડ સહિતની ટીમ ઈન્દીરા નગર અને તળાવ આસપાસ અસરગ્રસ્ત વિસ્તારોમાં પોહચી રાહત કામગીરી હાથ ધરી હતી. જ્યારે કોલવડા તેમજ કુકરવાડા ગેરીતાં આનંદપુરા તેમજ નીચાણ વાળા ગામો મા પાણી ભરાઈ જવાથી ધારાસભ્ય ડો. સીજે ચાવડા પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પોહચી ને કામગીરી હાથ ધરવામાં આવી હતી. સૌથી વધારે કોલવડા ગામ અડધું ડૂબી જવાને કારણે અનેક વિસ્તારો થી છૂટુ પડી ગયું હતું. ગામમાં પાણી ભરાઈ જવાથી ગામ માં પ્રવેશી ના શકાય તેવી પરિસ્થિતિ ઊભી થવા પામી હતી. કોલવડા ગામના અગ્રણી ભગવાન ભાઈ ઉર્ફે ભગુ પટેલે જણાવ્યું હતુકે હાલ માં ગામ વચ્ચે કમર સુઘી પાણી હોવાથી લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. જો રાત્રી દરમ્યાન સતત આવો વરસાદ ચાલુ રહેશે તો ગામના ઊંચાઈ ઉપર આવેલ વિસ્તારો પણ ભરાઈ જાય તેવી પરસ્થિતિ છે તેવી ચિંતા વ્યક્ત કરી હતી. જોકે ધારાસભ્ય ની જાગૃતતા ને લઇ ગામજનો ની ચિંતા થોડી ઓછી થઈ હતી.




