વિજાપુર તાલુકા વ્યાયામ મંડળ આયોજિત વિદાય સન્માન સમારોહ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા વ્યાયામ મંડળમાં છેલ્લા ૨૦ વર્ષથી મંત્રી તરીકેની ઉમદા સેવા બજાવનાર અને પટેલ આર કે હાઈસ્કૂલ રણાસણ ખાતે છેલ્લા ૩૦ વર્ષથી શિક્ષક તરીકે સેવા કરતા પટેલ પંકજભાઈ જોઈતાભાઈ અને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધેલ પટેલ અનિલભાઈ અંબાલાલનો વિદાય સન્માન સમારોહ શાળાના આચાર્ય ગૌતમભાઈ જી પટેલની અધ્યક્ષતામાં શેઠ સી વી વિદ્યાલય ગવાડા ખાતે યોજાયો હતો. કાર્યક્રમની સાથે સાથે વ્યાયામ મંડળની નવીન કારોબારીની રચના કરવામાં આવી અને રમતોનું વાર્ષિક આયોજન કરવામાં આવ્યું હતું. નવીન કારોબારીમાં પ્રમુખ તરીકે કનકસિંહ વિહોલ, આચાર્ય વડાસણ હાઇસ્કુલ તથા મંત્રી તરીકે નરેશભાઈ ટી પટેલ માઢી હાઈસ્કૂલની નિમણૂક કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં તાલુકાની જુદી જુદી શાળાના આચાર્ય અને વ્યાયામ શિક્ષકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના વ્યાયામ શિક્ષક કેવી પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતુ.