કેશોદમાં સમસ્ત મહિયા રાજપૂત સમાજ દ્વારા આસ્થાભેર નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો સમસ્ત મહિયા રાજપૂત સમાજ ની બહેનોએ તલવાર રાસ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા
કેશોદમાં સમસ્ત મહિયા રાજપૂત સમાજ દ્વારા આસ્થાભેર નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો સમસ્ત મહિયા રાજપૂત સમાજ ની બહેનોએ તલવાર રાસ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા
: કેશોદ શહેર તાલુકામાં વસતાં મહિયા રાજપૂત સમાજ દ્વારા સામુહિક નવરાત્રી રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આસુરી શક્તિનો નાશ કરવા દેવી શક્તિ એ શસ્ત્ર નો સહારો લીધો હતો એ પરંપરા સનાતન ધર્મની રક્ષા માટે રાજપૂત સમાજ દ્વારા નિભાવી હતી જેનો લોકસાહિત્ય અને લોકવાર્તાઓ મા જોવા મળે છે. કેશોદ મહિયા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રી રાસોત્સવ દરમ્યાન સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ નવરાત્રિમાં દિકરીઓએ તલવાર રાસ રજૂ કરી, દીકરીઓને રાષ્ટ્ર અને આત્મ રક્ષણ માટે લડાયક નીડર કેશોદ મહિયા રાજપૂત સમાજ દ્વારા બનાવવાનું ઘડતર કરવામાં આવ્યું માં શક્તિની આરાધના સાથે આધુનિક મ્યુઝિક સિસ્ટમના સંગાથે રાસ ગરબાની રમઝટ નો લ્હાવો કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતાં મહિયા રાજપૂત સમાજ ના પરિવારો આસ્થાભેર ઉઠાવી રહ્યાં છે. કેશોદ મહિયા રાજપૂત સમાજ દ્વારા જાજરમાન નવરાત્રિમાં સમગ્ર નગરના ભાવિકો અને ખેલૈયાઓ રાસ ગરબા રમી માં અંબેની આરાધનામાં સહભાગી થયા હતા. નવરાત્રિના નવલાં દિવસોમાં સમાજમાં સ્ત્રી સશક્તિકરણના સંદેશ સાથે તલવાર રાસ અને તલવારબાજી ના કરતબો રજૂ કરનાર દીકરીઓને રાષ્ટ્ર અને આત્મ રક્ષણ માટે અભિગમને દીકરીઓ માટે અનોખા આશિષ સમાન ગણાવી નવતર પહેલને વડીલો આગેવાનો એ બિરદાવ્યા હતાં.અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ મહિયા રાજપૂત સમાજ દ્વારા યુવાનો ને લશ્કર અને પોલીસ વિભાગમાં જોડાવા માટે આઈ નાગબાઈના સાન્નિધ્યમાં નિવૃત્ત લશ્કર અને પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા ખાસ તાલીમ આપવામાં આવે છે અને મા ભોમની રક્ષા કાજે મહિયા રાજપૂત સમાજ ના યુવાનો એ પોતાના જીવ નું બલિદાન આપી શહિદી વ્હોરી સમાજ અને પરિવારને ગૌરવ અપાવ્યું છે. કેશોદ મહિયા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રી રાસોત્સવ દરમ્યાન એકતાના સંદેશ સાથે માતાજીની આરાધના કરવામાં આવી હતી અને સમગ્ર આયોજન ને સફળ બનાવવા મહિયા રાજપૂત સમાજ ના આગેવાનો અને યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ
«
Prev
1
/
77
Next
»
ઉમરેઠના લીંગડા આણંદ મુખ્ય માર્ગ પર કાર ચાલકે ફૂલ સ્પીડમાં બાઈક ને ટક્કર મારી અકસ્માત સર્જ્યો
નર્મદા જિલ્લાના ગોરા ગામે દિવાલ ધસી પડતા ત્રણ કામદારોનું મૃત્યુ,MLA ચૈતર વસાવાએ અગત્યની માંગ કરી.
જાગૃત નાગરિક દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ નો વિડ્યો વાયરલ કરી પોલીસની પોલ ખોલ્લી