
વિજાપુર તમાકુ માર્કેટ મા તમાકુ ની ખરીદી શરૂ કરાઇ પ્રથમ દિવસે 1283 બોરી ની આવક નોંધાઇ
તમાકુ નો ભાવ ગત વર્ષ ના ભાવ કરતા વધુ ભાવ ખેડૂતો ને મળ્યો
ખેડૂતો મા ખુશી નો માહોલ ઉભો થયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તમાકુ માર્કેટ મા ખેડૂતો ની માંગણી ને ધ્યાન માં રાખી ખેતીવાડી વાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્રારા તમાકુ ની ખરીદી એક માસ વહેલી શરૂ કરી દેવામાં આવી છે. હાલ માં તાલુકા મા તમાકુ નુ વાવેતર અને આગામી હોળી નો આવી રહેલ રંગો ના તહેવાર પહેલા તમાકુ નુ વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો માટે ખુશી નો માહોલ છે. જોકે તમાકુની ખરીદી કરતા એપીએમસી દ્વારા કલકત્તી પ્રકાર ની તમાકુ નો નીચો ભાવ રૂ. 1580 તેમજ ઊંચો ભાવ રૂ.2528 તેમજ સામન્ય ભાવ રૂ 1900 તમાકુ પ્રકાર ગાળયુ જેનો નીચો ભાવ રૂ.1000 તેમજ તેનો ઊંચો ભાવ રૂ 1400 તેનો સામાન્ય ભાવ 1200 તેમજ તમાકુ ડૉખરું જેનો ભાવ રૂ 390 નો ભાવ બોલવામાં આવ્યા હતા. જેમાં જુદી જુદી પ્રકાર ની તમાકુ ના અલગ અલગ ભાવ ની બોલી બોલવા મા આવી હતી. હાલમાં કલકત્તી તમાકુ ની 1283 બોરી આવક ગાળીયું તમાકુ ની 175 બોરી આવક અને ડોખરું તમાકુ ની 12 બોરી આવક સમિતિ મા નોંધાઈ હતી. જોકે તમાકુ ના સારા ભાવ મળતા ખેડૂતો મા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગે એપીએમસી ચેરમેન કાન્તિ ભાઈ પટેલ તેમજ સેક્રેટરી રમેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે આમ તો એપીએમસી દ્વારા તમાકુ ની ખેડૂતો પાસેથી ખરીદી એપ્રિલ મહિના થી કરવા મા આવે છે. પરંતુ આ આવખતે એક માસ વહેલા માર્ચ મહિના મા જ તમાકુ ની ખરીદી શરૂ કરવા મા આવી છે. શરૂઆત મા તમાકુ નો નીચો ભાવ રૂ.1580 અને ઊંચો ભાવ રૂ .2528 થી સુધી બોલાયો છે. ખેડૂતો ને ગત વર્ષ કરતા સારા ભાવ મળી રહ્યા છે. હાલ માં ત્રણ પ્રકાર ની તમાકુ ની બોરીની આવક થઈ છે. જેમાં સૌથી વધુ ખેડૂતો પાસેથી ખરીદી કરેલ કલકત્તી તમાકુની 1283 જેટલી બોરીની શરુઆત ની આવક નોંધાઇ છે. તમાકુની ખરીદી વહેલી કરવા મા આવતા અને હોળી તહેવાર ના પહેલા કરવા મા આવતા ખેડૂતો માટે એક સારા સમાચાર છે.




