તમાકુ પર વધતા સરકારી ટેક્સ મુદ્દે વિજાપુર ટોબેકો મર્ચન્ટ એસોશિયેશનની ધારાસભ્યને રજૂઆત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં મોટા પાયે તમાકુનું વાવેતર કરવામાં આવે છે. આવનારા સમયમાં બિનઉત્પાદિત તમાકુ પર સરકાર દ્વારા વધુ ટેક્સ લગાવવાની શક્યતાઓને લઈને ખેડૂતો અને વેપારીઓમાં ચિંતા વ્યાપી છે. જેને લઈને તમાકુ માર્કેટ ગોવિંદપુરા રોડ ઉપર ખેડૂતો તમાકુ ના નાના નાના વેપારીઓની જન સભા યોજાઈ હતી.જેમાં ખેડૂતો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.સરકાર દ્વારા તમાકુ ઉપર નાખવા માં આવેલ એક્સાઇઝ ડ્યુટી 18 % અને જીએસટી 40% નો વેરો રદ કરવાની માંગ ઉઠી છે જન સભા ની સાથો સાથ આ મુદ્દે વિજાપુર તાલુકા ટોબેકો મર્ચન્ટ એસોશિયેશન દ્વારા ધારાસભ્ય. ડૉ. સી. જે. ચાવડા ને આવેદનપત્ર સુપ્રદ કર્યું હતુ. જેમાં એસોશિયેશન દ્વારા આપવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, થોડા સમય બાદ તમાકુનો પાક તૈયાર થવાનો છે. જો આ સમયે તમાકુ પર સરકારી ટેક્સનું ભારણ વધારવામાં આવશે તો વેપારીઓ દ્વારા પાકની ખરીદી કરવી મુશ્કેલ બનશે. જેના સીધા અસર ખેડૂતોને મળતા યોગ્ય અને પોષણક્ષમ ભાવો પર પડશે. પરિણામે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનવાની જગ્યાએ વધુ કથળી શકે છે. આ ખેડૂત અગ્રણીઓ વીપી પટેલ, નટુભાઈ પટેલ પ્રભુદાસ પટેલ વિનુભાઇ પટેલ ચિરાગપટેલ રમેશ ભાઈ પટેલ અમૃત ભાઈ પટેલ સહિતે કાર્યક્રમ ઉપસ્થિત એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ લોકો નુ પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય સીજે ચાવડા ને આવેદનપત્ર સુપ્રદ કરી રજૂઆત કરી હતીકે, જો ખેડૂતોને યોગ્ય ભાવ ન મળે તો સરકાર સામે ઉગ્ર આંદોલન જેવી પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા નકારી શકાતી નથી. જેથી ધારાસભ્ય તરીકે વિજાપુર તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા ડૉ. સી. જે. ચાવડા એ ગુજરાત સરકાર સમક્ષ આ મુદ્દે યોગ્ય ભલામણ કરી તમાકુ પર લાગેલા તથા લાગનાર ટેક્સ બાબતે પુનઃ વિચારણા કરવા રજુઆત કરે તેવી વિનંતી કરવામાં આવી છે.વિજાપુર તાલુકા ટોબેકો મર્ચન્ટ એસોશિયેશનના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારો દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી.જો સરકાર આ બાબતે કોઈ નિર્ણય નહીં લે તો આગામી દિવસો માં ખેડૂતો રસ્તા ઉપર ઉતરી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.





