વિજાપુર તુલસી કોટન મીલ કમ્પાઉન્ડ ખાતે પશુ પાલકો નુ સંમેલન યોજાયું દૂધ સાગર ડેરી માં થયેલા ભ્રષ્ટ્રાચાર ની તપાસ કરાવવા પશુ પાલકો ની માંગ
પશુ પાલકો એ દૂધ સાગર ડેરીના ચેરમેન સામે વિવિધ પ્રશ્ને સવાલો ઉઠાવ્યા
મામલતદાર અમીત સિંહજી ભાટી ને આપ્યું આવેદન પત્ર
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર લાડોલ રોડ તુલસી કોટન મીલ કમ્પાઉન્ડ ખાતે પશુ પાલકો નુ સંમેલન યોજાયું હતુ. જેમાં દૂધસાગર ડેરીના વહીવટ માં સાગરદાણ માં થયેલ ગેરરીતિ તેમજ સગાવાદ પશુ પાલકો ની જીવાદોરી સમાન દૂધસાગર ડેરીમાં થઈ રહેલા ભ્રષ્ટ્રાચાર ના મુદ્દાઓ ઉઠયા હતા. દૂધ સાગર ડેરીના ના ગેર વહીવટ ની તપાસ કરવા ના મુદ્દે પશુ પાલકો એ મામલતદાર અમીત સિંહજી ભાટી ને આવેદન પત્ર આપી આક્રોશ સાથે રજૂઆત કરી હતી. દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ભાઈ ચૌધરી એમડી ધીરજ ભાઈ ચૌધરી અને નિયામક મંડળ ના સભ્યો દ્વારા સામેલ મુદ્દાઓ નો સ્પસ્ટી કરણ કરવા જાહેર મા ખુલાસો કરવા ની માંગ કરવા મા આવી હતી. સંમેલન માં પશુ પાલકો માં ઉઠેલા સવાલો મુજબ પશુ પાલકો ની જીવાદોરી સમાન દૂધ સાગર ડેરી મેહસાણા દૂધ સાગર ડેરી ના ચેરમેન તેમના સ્ટાફ દ્વારા 2021 પછી ભાવના કોઠા બદલવા માં આવ્યા પરીણામે ગાય અને ભેંસ ના દૂધ મા પ્રતિ કિલો ફેટ મુજબ તફાવત ની ગણતરી કરતાં દર વર્ષે પશુ પાલકો ને લગભગ રૂપિયા 12 કરોડ જેટલી રકમ ઓછી મળવા પાત્ર થાય છે જેની છેલ્લા પાંચ વર્ષની ગણતરી કરીએ તો તો લગભગ 625 કરોડ જેટલી રકમ પશુ પાલકો ને ઓછી ચૂકવાઈ છે. હાલમાં 437 કરોડ ભાવ ફેરમાં ચૂકવવા માં આવ્યો છે. જે હકીકત મા 1062 કરોડ ભાવ ફેર ચૂકવવો જોઈતો હતો. આમ ચૂકવવા માં આવેલ ભાવ ફેરમાં પણ પશુ પાલકો ને અન્યાય થઈ રહ્યો છે. તેમજ દૂધ સાગર ડેરી ના ચરાડા ખાતે આવેલ ગોડાઉન માં તા 28/06/2025 ના રોજ એકસપાયરી તારીખ વાળો 600 ટન પાવડર નો જથ્થો પકડાયો હતો જેની સંઘ ના વાઇસ ચેરમેન દ્વારા ફરીયાદ કરવા માં આવી હતી. છતાં પણ મેનેજમેન્ટ ઉપર કાર્યવાહી કરવામાં આવી નથી ચેરમેને સંઘના એમ ડી તથા અન્ય અધિકારીઓ ઉપર કોઈ એક્શન કેમ લેવામાં આવ્યા નથી તેવા સવાલો સંમેલન માં ઉઠયા હતા.





