
વિજાપુર પાર્શ્વનાથ સોસાયટી મા રહેતા યુવકને પૈસા ની લેતી દેતી ના મામલે સોસાયટી ના દરવાજા પાસે બોલાવી માર માર્યો
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પાર્શ્વનાથ સોસાયટી મા રહેતા અને હાલ અમદાવાદ ખાતે નોકરી કરતા દેવ ચંદ્રકાંત શાહને મોબાઈલ ફોન કરી તું વિક્રમ સિંહ પાસે હવે પૈસા માંગતો નહિ કહી ને ધમકી આપી સોસાયટી ના દરવાજા પાસે બોલાવી ગડદાપાટુ કરી માર મારતાં યુવકે ચાર સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાર્શ્વનાથ સોસાયટી મા રહેતા ચંદ્રકાંત શાહ ના દીકરા દેવ શાહ ને વિક્રમ સિંહ પાસે પૈસા માંગવાની ઉઘરાણી કરતા રવિવારે વિજુભા ઠાકોરે ફોન કરી તું વિક્રમ સિંહ વિહોલ રહે ઇન્ટર સીટી વાળા પાસે પૈસા માંગે છે. તે પૈસા હવે માંગતો નહિ તેમ કહી ધમકી આપી ગાળો બોલી ઘર બહાર સોસાયટી ના દરવાજા પાસે બોલાવી માર મારી ગડદાપાટુ કરતા દેવના કાકા માતા અને બહેન આવી જતા તેને માર ના ચુંગલ માંથી બચાવ્યો હતો આ મામલે દેવ ચંદ્રકાંત શાહે વિજુભા ઠાકોર, અજીત સિંહ, અજુભા તેમજ પ્રિન્સ લખવારા સહિત ચાર સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



