
વિજાપુર વિશ્વ હાયપર ટેન્શન ડે ની ઉજવણી કરાઇ
500 થી વધુ ની બ્લડ પ્રેશર ની ચકાસણી કરાઇ
તણાવનો ઘટાડો કરવા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા નવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સુડતાલીસ સબ સેન્ટરો ખાતે જુદીજુદી આઈ ઇ સી પ્રવૃત્તિ અને ત્રીસ વર્ષ ઉપર ના 500 લોકોની બ્લડ પ્રેશર ની ચકાસણી જીલ્લા એન સી ડી સેલ તથા તાલુકા હેલ્થ કચેરી ના માર્ગદર્શન હેઠળ કરવા મા આવી હતી. જીલ્લા હેલ્થ વિભાગ દ્વારા કરવા મા આવેલી તપાસ મા બ્લડ પ્રેશર હાયપર ટેન્શન
જેવા રોગ થી દર 10 લોકો માંથી 7 લોકો પીડાઈ રહ્યા છે.ને જીવનશૈલી માં ફેરફાર અને યોગ્ય તબીબી સલાહ દ્રારા નિયત્રિત કરી શકાય છે બ્લડ પ્રેશર અને હાયપર ટેન્શન એક” સાઈલન્ટ કિલર ‘” તરીકે ઓળખવામાં આવે છે. હાયપર ટેન્શન વાળા ને રોજનું બ્લડ પ્રેશર તપાસવું ,જીવન શૈલી માં સરળ બાબતો સામેલ કરવી જોઈએ સ્વસ્થ જીવન શેલી અપનાવી દવાઓ ની જરૂરિયાત ઘટાડી શકાય છે.વજનને નિયત્રંણ માં રાખવું જોઈએ. દૈનિક કસરત .ઓછામાં ઓછા 20 થી30 મિનિટ યોગ અથવા ધ્યાન કરવું.સ્વસ્થ આહાર લેવો.આખા અનાજ ,તાજા ફળો,શાકભાજી નો ઉપયોગ વધારો. ઓછી ચરબી અને ઓછા કોલેસ્ટ્રોલ વાળું ખોરાક પસંદ કરવોજોઈએ બ્લડ પ્રેશર ના દર્દીએ મીઠું અને સોડિયમ નો ઉપયોગ ધટાડો.રાત્રે ઓછામાં ઓછી 7 કલાક ની ઊંઘ લેવી જરૂરી છે..તણાવ થી દૂર રહેવું જોઇએ અને સકારાત્મકતા અપનાવો,પુસ્તકો વાંચવા ની ટેવ પાડવી જોઈએ પોતાનું બી પી નિયમિત ચેક કરાવી બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ નિયત્રંણ માં રાખવા માટે તમામ આયુષ્યમાંન આરોગ્ય મંદિર માં 30 વર્ષ થી ઉપરના લોકોએ નિયમિત બી પી ચેક કરાવવું જોઈએ જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલ મા રાખી શકાય હેલ્થ વિભાગ દ્વારા આવા 500 થી વધુ લોકોનું બ્લડ પ્રેશર ની ચકાસણી કરી હતી.



