MEHSANAVIJAPUR

વિજાપુર જંત્રાલ ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટરના સહયોગથી બામણવા ગામમાં ‘બીલીવન’ તૈયાર કરાયો ગ્રામજનોનો ઉત્સાહ સરાહનીય કામગીરી

વિજાપુર જંત્રાલ ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટરના સહયોગથી બામણવા ગામમાં ‘બીલીવન’ તૈયાર કરાયો ગ્રામજનોનો ઉત્સાહ સરાહનીય કામગીરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર જંત્રાલ ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર (JDSC) સંસ્થા દ્વારા બીસીઆઈ (BCI – Better Cotton Initiative) પ્રોજેક્ટ અંતર્ગત વિજાપુર તાલુકાના બામણવા ગામમાં પર્યાવરણ સંરક્ષણ અને જતન માટે એક અનોખું પગલું ભરવામાં આવ્યું છે. ગામના બોમનાથ મહાદેવ મંદિર નજીક આવેલ ખેતરમાં ચાર વીઘા જમીનમાં ‘બીલીવન’ (બિલ્વ વૃક્ષોનું વન) તૈયાર કરવામાં આવ્યું છે, જે ગ્રામજનોના સામૂહિક પ્રયાસોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટમાં બામણવા ગામની અંદાજે ૩૦ જેટલી બહેનો અને ૨૦ જેટલા ભાઈઓએ સક્રિય શ્રમદાન આપ્યું છે. ગ્રામજનોએ સ્વયંસેવક બનીને ખૂબ જ મહેનતપૂર્વક આ વન તૈયાર કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે.આ બીલીવનને સાકાર કરવા માટે બામણવા ગામના દાતાઓ અને ગ્રામજનોએ આર્થિક સહયોગ આપ્યો હતો. સાથે સાથે, સરકાર તરફથી પણ ૪૦૦ જેટલા બીલીના રોપા પ્રાપ્ત થયા હતા. ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહ અને મહેનતથી આ તમામ રોપાઓનું ચાર વીઘા જમીનમાં વાવેતર કર્યું છે. રોપા તૈયાર કરવા માટે ગ્રામજનોએ એકસાથે મજૂરી કરીને જમીનને વાવેતર માટે તૈયાર કરી હતી.બીલીવન તૈયાર કરવાની આ પ્રવૃત્તિ દરમિયાન, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આસપાસના વિસ્તારના લોકો પણ આ અનોખા કાર્યને જોવા માટે એકત્ર થયા હતા, જે ગ્રામીણ સ્તરે પર્યાવરણલક્ષી જાગૃતિ અને એકતાનું પ્રતીક બની રહ્યું છે.જંત્રાલ ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર દ્વારા બીસીઆઈ પ્રોજેક્ટ અંતર્ગત ખેતીની પદ્ધતિઓ સુધારવાની સાથે સાથે પર્યાવરણ સંવર્ધનની દિશામાં પણ ગ્રામીણ સમુદાયોને જોડવાનું આ એક પ્રેરણાદાયી પગલું છે. બામણવા ગામનું આ બીલીવન આવનારા સમયમાં ગામ માટે એક હરિયાળું અને પવિત્ર સ્થળ બનશે તે નક્કી છે

Back to top button
error: Content is protected !!