MEHSANAVIJAPUR

વિજાપુર નગરપાલિકાના વોર્ડ વાઇઝની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરાઈ

વિજાપુર નગરપાલિકા ની મતદાર યાદી ની પ્રસિદ્ધિ કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
નગરપાલિકા ઓ ની સામાન્ય/પેટા ચૂંટણી-2026ને અનુલક્ષીને વિજાપુર નગરપાલિકા દ્વારા મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરના આદેશ તેમજ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, મહેસાણા ના માર્ગદર્શન હેઠળ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેની પ્રસિદ્ધિ સાત વોર્ડ ના અલગ અલગ વિસ્તારો માં પ્રસિધ્ધિ મુકવામાં આવી હતી.જેમાં નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલ મતદાર યાદી તા. 23/03/2026ના રોજ નગરપાલિકા કચેરીના નોટિસ બોર્ડ ઉપર જાહેર કરવામાં આવી છે. સાથે સાથે શહેરના વિવિધ જાહેર સ્થળોએ પણ આ યાદી પ્રદર્શિત કરવામાં આવી છે, જેથી નાગરિકો સરળતાથી પોતાની વિગતો ચકાસી શકે.આ યાદી નગરપાલિકા કચેરી ઉપરાંત શ્રીરામ ઇન્ટરસીટી, રોકડિયા હનુમાનજી મંદિર (હનુમાનપુરા), જુની નગરપાલિકા, બ્રહ્માણી માતા મંદિર (ખત્રીકુવા), હુસૈની ચોક, લાલ દરવાજા ચોક, ઉમિયા માતા મંદિર (બુદ્ધીનગર), ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયત કચેરી તેમજ સ્વામિનારાયણ મંદિર ખાતે મુકવામાં આવી છે.
નગર પાલિકા સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે મતદાર યાદી અંગે કોઈ સુધારા, વાંધા કે સૂચનો હોય તો નાગરિકો નિર્ધારિત સમયમર્યાદામાં અરજી કરી શકે છે. અને આવનારી ચૂંટણીને પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા આ કાર્યવાહી કરવામાં આવી છે

Back to top button
error: Content is protected !!