
વિજાપુર જંત્રાલ ગામે સરકાર નો સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના જંત્રાલ ગામે સેવા સેતુનો કાર્યક્રમ ધારાસભ્ય સી.જે ચાવડા ની અધ્યક્ષતા મા યોજાયો હતો. જેમાં ગ્રામજનો ને આવકના દાખલા તેમજ આધારકાર્ડ મા મોબાઈલ લીંક તેમજ સુધારણા તેમજ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા ની કામગીરી કરવા મા આવી હતી. જંત્રાલ ગામના તલાટી તેમજ વી.સી.ઈ કર્મચારીઓ એ પણ સેવાઓ પૂરી પાડી હતી. ધારાસભ્ય કાર્યક્રમ સ્થળ ઉપર હાજર રહી તંત્ર ને અલગ અલગ મુદ્દાઓ ઉપર કામગીરી માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે પૂર્વ તાલુકા પ્રમુખ વિજયભાઈ પટેલ, જિલ્લા સદસ્ય હર્ષદભાઈ પટેલ, તાલુકા સદસ્ય બીડી પટેલ, પૂર્વ જિલ્લા સદસ્ય પૂર્વ કારોબારી ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર, સરપંચ કિરણ પટેલ તેમજ મામલતદાર જે એસ પટેલ અને ટીડીઓ સપના બેન રાજપુત હાજર રહ્યા હતા. અને સેવા સેતુ ની કામગીરી ઉપર હાજર રહી ગ્રામજનો ને માર્ગદર્શન આપ્યું હતું. સેવાસેતુ નો ગ્રામજનોએ મોટી સંખ્યા માં આવી લાભ લીધો હતો.






