DEDIAPADAGUJARATNARMADA

સાગબારા સરકારી હોસ્પિટલ ખાતે 11 એપ્રિલે મેમણ ડે ની ઉજવણી કરવામાં આવી.

સાગબારા સરકારી હોસ્પિટલ ખાતે 11 એપ્રિલે મેમણ ડે ની ઉજવણી કરવામાં આવી.

 

તાહિર મેમણ – ડેડીયાપાડા – 11/04/2026 – સાગબારા સરકારી હોસ્પિટલ ખાતે 11 એપ્રિલે મેમણ ડે ની નિમિત્તે હાલાઈ મેમણ જમાત સેલંબા દ્વારા ફ્રૂટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મેમણ જમાતના પ્રમુખ રઉફભાઈ ગલઢેરા, સેક્રેટરી દાનિશભાઈ લોહિયા, ઉપપ્રમુખ રફીકભાઈ હુંનાણી, ડાયરેક્ટર સાજિદભાઈ મુલ્લાં સહિત કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. હોસ્પિટલના ડૉ. શર્મા સહિત સ્ટાફની હાજરીમાં દર્દીઓને ફળ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેમણ સમાજ દ્વારા ભાઈચારો, સેવા અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

 

નર્મદા જિલ્લાના સાગબારા સરકારી હોસ્પિટલ ખાતે આજે 11 એપ્રિલના રોજ મેમણ ડે નિમિત્તે હાલાઈ મેમણ જમાત સેલંબા દ્વારા સેવા કાર્ય યોજાયું હતું. દેશભરમાં મેમણ ડે ઉજવાઈ રહ્યો હોય ત્યારે સાગબારામાં પણ મેમણ સમાજ દ્વારા દર્દીઓ માટે ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં હાલાઈ મેમણ જમાત સેલંબાના પ્રમુખ રઉફભાઈ ગલઢેરા, સેક્રેટરી દાનિશભાઈ લોહિયા, ઉપપ્રમુખ રફીકભાઈ હુંનાણી, ડાયરેક્ટર સાજિદભાઈ મુલ્લાં તેમજ કમિટીના સભ્યો જાવેદભાઈ બોડીલા અને બબલુભાઈ સહિત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

હોસ્પિટલના ડૉ. શર્મા તથા સ્ટાફની હાજરીમાં દર્દીઓ અને તેમના સ્વજનોને ફ્રૂટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેમણ સમાજ દ્વારા સેવા, ભાઈચારો અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે મેમણ સમાજ હંમેશા સામાજિક સેવા અને માનવતાના કાર્યોમાં આગળ રહ્યો છે અને આગળ પણ આવા સેવા કાર્યો ચાલુ રાખવામાં આવશે. કાર્યક્રમ અંતે સૌએ મળીને સેવા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!