મેરવાડા પ્રાથમિક શાળા મહિલા શિક્ષકના વિદાય સમારંભ

29 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
મેરવાડા પ્રાથમિક શાળા મહિલા શિક્ષકના વિદાય સમારંભ. ભણતા વિદ્યાર્થીઓ. શિક્ષકો ગ્રામજનો વિવિધ ફુલહારથી સ્વાગત કરી મોમેન્ટ આપી મહિલા શિક્ષિકા સન્માનિત કરાયા. ..
પાલનપુર તાલુકાના મેરવાડા પ્રાથમિક શાળામાં વયમર્યાદાને લઈને મહિલા શિક્ષક કુમુદબેન રાવલ જેમના વિદાય સમારંભ ગામઅગ્રણીઓ . વાલીઓ તેમજ સ્નેહીજનો હાજરી આપી હતી જ્યારે શાળાના પ્રાગણમાં ભણતા નાના ભૂલકાઓ એ આચાર્ય બેન અતિશય લાગણી સ્નેહ તેમના શાસનમાં આપેલું તેને જોઈને બાળકો અતિશય ભાવુક બની ગયા હતા કેટલાક બાળકો રડી પડ્યા હતા શિક્ષિકા બેનને ને મોમેન્ટ આપી ભેટી પડ્યા હતા આ વિદાય સમારંભ અન્ય શિક્ષિકાઓ એ પણ સાથે રહીને બતાવેલા સ્નેહીથી ભાવુક બની હતી અહીં હાજર રહેલા ખાસ મહેમાન તરીકે ટી .પી .ઓ દાંતીવાડા નીરુબા રાજપુત પણ આચાર્ય કુસુમબેન રાવલ મોમેન્ટ આપી સ્વાગત કર્યું હતું કામગીરી પ્રશંસા ભરપૂર કરી હતી હાજર રહેલા SmC કમિટી ગ્રામજનો .બાળકોના ગામના અગ્રણીઓ. વાલીઓએ તેમનું ભવ્ય સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કર્યા હતા. કુમુદબેન રાવલે સ્ટેજ ઉપર જણાવ્યું શરૂઆત 1989 સિકરીયા પ્રાથમિક શાળાના દાંતીવાડા શિક્ષક તરીકે ફરજ બજાવી હતી ત્યાં પણ મને એટલો જ પ્રેમ મળ્યો હતો આજે પણ શ્રી નીરૂબા તેમજ દાંતીવાડાના અગ્રણીઓ મારા વિદાય કાર્યક્રમમાં મહેમાન બનીને આવ્યા છે 2026 નો એટલે કે આ છેલ્લો મેરવાડા પ્રાથમિક શાળાનો વિદાય દિવસ હું ભૂલી નહિ શકું નોકરીનો એને 28 વર્ષે પણ મૂક્યો તો ત્યાંના આચાર્ય અને સ્ટાફ મિત્રો આખો સ્ટાફ નવીન હતો અને મારા વિદ્યાર્થીઓના આર્થિક અને સ્વીકારીને હું ખૂબ જ ભાવવિભોર બની ગઈ હતી મેરવાડા પ્રાથમિક શાળામાં થઈ પ્રથમવાર મેરવાડા પ્રાથમિક શાળામાં પ્રવેશી ત્યારે મારા પણ મેરવાડા ગામના લોકોએ મને એક દીકરીનું સ્થાન આપી દીધું અને મેરવાડા ગામના લોકોએ દરેક ક્ષેત્રે સહકાર આપ્યો છે એટલે જ આ ત્રણ દાયકા પૂરા થયા તેની મને ખબર જ ના પડી છે બાળકો મારા હૃદયના દેવ છે અને સાથે મિત્રોનો સાથ હંમેશા યાદ રહેશે આ વિદ્યાર્થીઓના પ્રેમની તુલના થઈ શકે તેમ નથી પાંચ વર્ષના આચાર્ય તરીકેની નોકરી કરી ત્યારે પ્રવેશોત્સવ હોય કે કોઈ સારા વિચારની વાત કરું કે મારે શાળામાં બાળકો માટે આ વસ્તુની જરૂરીયાત છે મારી સાથે જ હોય એટલે જ 28 વર્ષ થઈ ગયા અને મારી આ કર્મભૂમિને છોડવાનો સમય આવી ગયો તેની ખબર જ ન પડી મળીને અનેક ઉજવણીઓ અને કાર્યક્રમો કરીને જ્ઞાનની જ્યોત જગાવી છે આ જ્ઞાનની જ્યોતને મારા સાથે મિત્રો આગળ દબાવશે તેવી મને સંપૂર્ણ આશા છે મારાથી કોઈને બોલાઈ ગયું હોય તો મને ક્ષમા આપજો આ ઉપરાંત અનમોલ સમય વેડફતા નહીં અને ભણવામાં ધ્યાન રાખજો તમે ખૂબ આગળ વધો દરેક ક્ષેત્રમાં આગળ જાવ તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું તેના પ્રેરણા સ્તોત્ર અને તેની દીવાદાંડી મારા માતા પિતા મારો ભાઈ મારો કુટુંબ પરિવાર મારા પતિ અને મારા બાળકો તમામને બે હાથ જોડીને હું પ્રણામ કરું છું મારા પુત્ર પાસેથી મને કંઈ પણ આવડતું ના હોય એને ફોન કરું કે બેટા આ સમજણ પડતી નથી પરંતુ નવા જીવનની શરૂઆત છે હું મારા જીવનનો નવો અભ્યાસ શરૂ કરવા જઈ રહી છું ત્યારે આ શાળાની યાદો વિદ્યાર્થીઓનો નિર્દોષ પ્રેમ અને એક શિક્ષક તરીકેની મારી ઓળખ હંમેશા મારી સાથે જ રહેશે આ વિદાય કાર્યક્રમમાં તેમના પરિવારના તેમના ભાઈ .ભાભી .તેમના દીકરા બનેવી જમાઈ દરેક લોકોએ હાજરી આપી ખૂબ જ બેનને સાલને મોમેન્ટ આપી સન્માનિત કર્યા હતા કુમુદબેનના પરિવાર તરફથી પણ તમામ અગ્રણીઓ મહેમાનોને સાલ ઓઢાડી આવકાર્યા હતા.





