GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
ડેરોલ સ્ટેશન પી.કે.એસ.હાઇસ્કુલ ખાતે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે સારથી સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો
તારીખ ૦૧/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
વિશ્વ એઇડ્સ દિવસ’ દર વર્ષે એક ડિસેમ્બરે ઉજવવામાં આવે છે.રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશન અને સારથી સંસ્થા ગોધરા દ્વારા કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન પીકેએસ હાઇસ્કુલ ખાતે શાળાના ઈ.આચાર્ય એચ કે પંડયા, શાળા ના ટ્રસ્ટી ભરતભાઈ શાહ, કૃણાલભાઈ બ્રહ્મભટ્ટ અને સારથી સંસ્થા ના ગૃપ અને ૩૦૦ જેટલા વિદ્યાથીઓ ની હાજરીમાં વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે એક્વાયર્ડ ઇમ્યુન ડેફિસિયન્સી સિન્ડ્રોમ (AIDS) વિશે જાગૃતિ ફેલાવવા અને આ રોગથી પીડિત લોકોને મદદ કરવા અંગે માર્ગદર્શન આપ્યુ.એઇડ્સના લક્ષણો રોગપ્રતિકારક તંત્રની નિષ્ક્રિયતા અને CD4+T કોષોનું નુકશાન છે. તે મુખ્યત્વે શરીરમાં રોગપ્રતિકારક શક્તિનું કામ કરે છે. એચ.આઈ.વી.ના વાયરસ શરીરમાં પહોંચતા જ. તે શરીરની રોગપ્રતિકારક શક્તિનો સીધો નાશ કરે છે.