GUJARATPANCHMAHALSHEHERA

MGVCL દ્વારા શહેરા સબ-ડિવિઝનમાં સઘન વીજ ચેકિંગ ડ્રાઈવ યોજી ₹11.29 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી

 

પંચમહાલ ગોધરા

રાગીનીબેન દરજી શહેરા

પંચમહાલ ગોધરા

 

રાગીનીબેન દરજી શહેરા

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા ગોધરા સર્કલના શહેરા-1 સબ-ડિવિઝન હેઠળના વિવિધ વિસ્તારોમાં તા. 12/02/2026ના રોજ ‘માસ ચેકિંગ ડ્રાઈવ’ યોજવામાં આવી હતી, જેમાં 19 ટીમોના કુલ 49 કર્મચારીઓએ 614 વીજ કનેક્શનોની તપાસ કરી કુલ 69 કેસમાં ₹11.29 લાખની આકારણી ફટકારી હતી. આ કામગીરી દરમિયાન શહેરા સીટી  તથા નાવગામ, ધમાઈ, ધરોલા, ખાંડીયા, મીઠાપુર, ઉંમરપુર, ડેમલી, ઝોઝ, નાથુજી ના મુવાડા, વાડી અને વલ્લવપુર જેવા ગામોમાં તપાસ હાથ ધરાઈ હતી, જેમાં સૌથી વધુ વાડી ફીડર પર ના વાડી, વલ્લવપુર અને નાથુજી ના મુવાડા ગામ માંથી ₹3.81 લાખની વીજચોરી પકડાઈ હતી. આ સમગ્ર ડ્રાઈવ દરમિયાન કોઈપણ અવરોધ ન આવે તે માટે GUVNL પોલીસ, SRP અને સ્થાનિક પોલીસના 19 જવાનો તથા 6 એક્સ-આર્મી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો, જેના કારણે વીજચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

 

 

Back to top button
error: Content is protected !!