MGVCL ગોધરા વિભાગીય કચેરી દ્વારા ‘લાઇનમેન દિવસ’ની ભવ્ય ઉજવણી: વીજ કર્મચારીઓની સેવાઓને બિરદાવી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 

પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે 7મી માર્ચના રોજ એમજીવીસીએલ વડી કચેરીના માર્ગદર્શન હેઠળ ગોધરા વર્તુળ અને વિભાગીય કચેરી હસ્તકની શહેરા-1, શહેરા-2 તથા કકાણપુર પેટા વિભાગીય કચેરીના સંયુક્ત ઉપક્રમે ‘લાઇનમેન દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટથી લઈને લાઇન ઇન્સ્પેક્ટર સુધીના તમામ ટેકનિકલ વીજ કર્મચારીઓને સલામતી અંગે જાગૃત કરવાનો અને તેમની અવિરત જનસેવાને સન્માનવાનો હતો. આ પ્રસંગે શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ, નગરપાલિકા પ્રમુખ, નગર ભાજપ મહામંત્રી પરેશ બારીયા અને તાલુકા પંચાયત સદસ્ય સામતભાઈ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે રેફરલ હોસ્પિટલ શહેરાના સહયોગથી તમામ વીજ કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.







