BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

મધ્યરાત્રીએ નબીપુરમાં વીજ પડી, ઘરના ઉપકરણો ને વ્યાપક નુકશાન.

સમીર પટેલ, ભરૂચ

નબીપુર ગામમાં ગત મધ્યરાત્રીએ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વાદળોમાં પણ ધમધળાટ મચાવતા હતા. ભયંકર ગર્જના સાથે વીજળીના ચમકારા થતા હતા. આ સમયે DGVCL કંપની એ સાવચેતીના પગલાં રૂપે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. રાત્રે બરાબર 03.35 કલાકે કાનભેદી દે તેવા ધડાકા સાથે વીજ નબીપુર હાઇસ્કુલ ના વિસ્તારમાં ખાબકી હતી. જેમાં મોટાભાગના ઘરોના ઉપકરણો જેવા કે ઇલેક્ટ્રિક પંખા, બલ્બ, ટ્યુબલાઈટો, ઇન્વરટરો, તથા રૂફ સોલાર સિસ્ટમને ભારે નુકશાન ઘવા પામ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની કે કોઈ મિલકતને નુકશાન પહોંચ્યું નથી.

Back to top button
error: Content is protected !!