
સમીર પટેલ, ભરૂચ
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં સોલંકી પરિવારની દીકરી મિહિકા નિલેશકુમાર સોલંકીએ પોતાના જન્મદિવસ નિમિતે શાળામાં જઈ બાળકોને શૈક્ષણિક કીટ પોતાના હસ્તે આપી હતી અને સાથે તમામ બાળકોને કેક ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. જે બદલ શાળા પરિવારે આભાર વ્યક્ત કરી દીકરીને ખૂબ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.




