પંચમહાલ જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગનો સપાટો ₹1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી પંચમહાલ
પંચમહાલ જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે જિલ્લા ખાણ અને ખનીજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાભરમાં ખનીજ ચોરીની ઘટનાઓ બેફામ બનતા ખાણ અને ખનીજ વિભાગે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો જેના પરિણામે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
પંચમહાલ જિલ્લા ખાણ અને ખનીજ વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન વિવિધ વિસ્તારોમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન રેતીનું ગેરકાયદે વહન કરતા ટ્રકો અને ખનન માટે વપરાતા મશીન ઝડપી પાડવામાં આવ્યા.
ખાણ અને ખનીજ વિભાગે ગોધરા તાલુકાના ઓડિદ્રા ગામેથી ₹60 લાખની કિંમતનો એક ટ્રક અને એક મશીન જપ્ત કર્યો. આ ઉપરાંત, પોપટપુરા ખાતેથી સાદી રેતીનું વહન કરતી ₹20 લાખની કિંમતની એક ડમ્પર પણ ઝડપી પાડ્યો. વધુમાં, ચલાલા રોડ પર ઓવરલોડ રેતી ભરીને જઈ રહેલા ₹30 લાખના ડમ્પર અને ચલાલા ચોકડી પાસેથી ₹20 લાખના અન્ય એક ડમ્પર સહિત કુલ ₹1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહીથી ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે. વિભાગે તમામ જપ્ત કરાયેલા વાહનોને કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.