દિયોદર ના મીની અંબાજી સણાદરના અગ્નિવીર જીગર મકવાણા ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફર્યા

દિયોદર ના મીની અંબાજી સણાદરના અગ્નિવીર જીગર મકવાણા ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફર્યા
: ગ્રામજનોએ ડીજે ના તાલે ભવ્ય સ્વાગત કર્યું, દેશભક્તિનો માહોલ છવાયો
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મીની અંબાજી સણાદરના ગામના જીગરકુમાર શંભુજી મકવાણાએ અગ્નિવીરની સાત મહિનાની સઘન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાના માદરે વતન પરત ફર્યા છે. તેમના આગમનની રાહ જોઈ રહેલા મીની અંબાજી સણાદર ગ્રામજનો અને તેમના પરિવાર તેમજ રાવણા રાજપુત સમાજના આગેવાનો દ્વારા
મીની અંબાજી સણાદર ખાતે દિયોદર ખીમાણા હાઇવેથી ડીજે ના તાલે
ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જીગર શંભુજી મકવાણા પ્રથમ હૈદરાબાદ ટ્રેનિક સેન્ટર ખાતે ટ્રેનિંગ લીધી હતી જે પૂર્ણ થતાં તેઓનું પોસ્ટિંગ રાજસ્થાનના અલવર ખાતે થયું છે જેઓ હાલ ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પોતાના ગામમાં પરત ફરતા જ ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો, પરિવારજનો અને મિત્રો તેમને રાવણા રાજપૂત સમાજના આગેવાનો આવકારવા માટે ઉમટી પડ્યા હતા. લોકોએ પુષ્પવર્ષા કરીને અને દેશભક્તિના નારા લગાવીને તેમનું ભવ્ય સન્માન કર્યું હતું.જે પ્રસંગેમકવાણા નટવરભાઈ લક્ષ્મણભાઈ
સોઢા દશરથભાઈ છગનભાઇ સરપંચ શ્રી બારોટ નારણભાઈ મણિલાલ પ્રજાપતિ દુદાભાઈ માધાભાઇ મકવાણા પોપટભાઈ ભેમાભાઈ એક વીર જવાન જે ટ્રેનિંગ પૂર્ણ કરી માં ભોમની ભારત માતાની સેવા કરવા પહોંચવાના છે તેમનો જુસ્સો વધારવા અને તેમને બિરદાવવા માટે ખુલ્લી જીપમાં ભવ્ય રેલી પણ કાઢવામાં આવી હતી, જેમાં દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. જીગર મકવાણા એ દેશની સેવા માટે પોતાને સમર્પિત કરીને ગામ અને સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે.
અહેવાલ:- કલ્પેશ બારોટ દિયોદર


: ગ્રામજનોએ ડીજે ના તાલે ભવ્ય સ્વાગત કર્યું, દેશભક્તિનો માહોલ છવાયો

