GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લામાં નહીવત વરસાદ તથા કડાણા ડેમની જળ સપાટી ખાલી

મહીસાગર જિલ્લામાં નહિવત વરસાદ તથા કડાણા ડેમમાં પાણીની સપાટી ખાલી….

 

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલા કડાણા ડેમ માં આજરોજ સવારે પાણી ની સપાટી 376ફુટ8 ઈંચ જોવા મળતી હતી.

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર …

કડાણા ડેમમાં હાલ પાણી ની આવક 3415 ક્યુસેક છે, જેની સામે ડેમમાથી પાણી કડાણા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ માટે વીજ ઉત્પાદન માટે 5100 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.જે પાણી હાઈડ્રો પાવર પ્રોજેક્ટ માંથી વહી ને વણાકબોરી બંધ માં જાય છે ને તે પાણી ખેડા જિલ્લામાં સિંચાઈ માટે અપાય છે.

કડાણા ડેમમાંથી પાણી મહીસાગર જિલ્લા ને પંચમહાલ જિલ્લાના સિંચાઇ વિસ્તાર ના ખેડૂતો ને ને આપી શકાય તેમ હોવા છતાં પણ સિંચાઇ વિભાગ ની બીન આવડત અને આ જીલ્લા ની નબળી નેતાગીરી નાં લીધે જીલ્લા નાં ધરતી પુત્રો ને સિંચાઇ નાં પાણી થી વંચિત હાલ રહેવું પડેલ છે.જેથી ખેડૂતો માં ભારે રોષ જોવા મળે છે.
કડાણા બંધ માં પાણી ની સપાટી 375ફુટ નાં લેવલે થતાં ડેમમાથી પાણી સિંચાઇ માટે તથા કડાણા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ માટે આપવા માં આવી શકાતું નથી.

કડાણા બંધ નાં ઉપરવાસમાં વરસાદ પુરતો નહીં થતાં ને બજાજ સાગર બંધ માંથી પાણી નહીં છોડાતા કડાણા ડેમમાં ગત વર્ષે આ જુલાઈ મહિનામાં જે પાણી ની સપાટી હતી તેનાં કરતાં પણ હાલ ઓછી પાણી ની સપાટી સંગ્રહ થયેલિ જોવા મળે છે.આમ ગત વર્ષે કરતાં પણ આ વરસે ડેમમાં પાણીની સપાટી માં ધટ જોવા મળે છે.

કડાણા બંધ માં હાલ પાણી નો સંગ્રહ જથ્થો માત્ર પચ્ચીસ ટકા જ જોવા મળે છે.

કડાણા બંધ માં પાણી ની સપાટી ધટતા ખેતી માટે ની સિંચાઇ નાં પાણી ની ખેંચ તો ઉભી થનારી છે ને સાથે પીવાનાં પાણીની પણ ખેંચ ઉભી થાય તેમ જણાય છે.

કડાણા બંધ નું પાણી દાહોદ ને પાઈપલાઈન દ્વારા જાયછે.પરંતુ ડેમમાં પાણીની સપાટી ધટતા આગામી દિવસોમાં દાહોદ શહેર ને અપાતા પાણી પુરવઠા ને પણ અસર પડે તેમ છે
કડાણા ડેમમાં હાલ પાણી ની સપાટી376ફુટ છે.ડેમમા પાણી ની સપાટી375 ફુટ ની નીચે જશે તો મુખ્ય ગેટ થી છોડવામાં આવતું પાણી બંધ થશે. પછી ડીપીઓ ગેટ મારફતે માત્ર પીવાનાં પાણી માટે પાણી છોડીને પુરું પાડવામાં આવશે.
આ ડીપીઓ ગેટ છેલ્લા કેટલાય વર્ષોથી ખોલેલજ નથી ને તેનું કોઈ મેઈનટેનશ કે મરામત કરાયેલ જણાતું નથી આ સંજોગોમાં આ ગેટ ખોલાય ત્યારબાદ શુ સ્થિતિ સર્જાય છે તે ખબર પડે.

 

આ ડીપીઓ ગેટ મારફતે માત્ર સંતરામપુર કડાણા લુણાવાડા તાલુકાના 156 ગામો સુધી જપાણી પહોંચશે અને સિંચાઇ સહિત અન્ય યોજના ઓ સાથે દાહોદ શહેર ને પાઈપલાઈન દ્વારા પહોંચતું પાણી પણ બંધ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

Back to top button
error: Content is protected !!