BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં 76માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી: મંત્રી કુંવરજી હળપતિએ ધ્વજવંદન કર્યું, પોલીસ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લામાં 76માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. મંત્રીએ ખુલ્લી જીપમાં પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું અને જિલ્લાવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું.

પોતાના સંબોધનમાં મંત્રીએ ભારત, ગુજરાત અને જિલ્લાના વિકાસની ગાથા વર્ણવી હતી. કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સરકારી યોજનાઓના ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા અને રાજ્ય કક્ષાએ સિદ્ધિઓ મેળવનારા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, એસપી મયુર ચાવડા તેમજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ઝઘડિયાના રિતેશ વસાવા અને જંબુસરના ધારાસભ્યો ડી.કે.સ્વામી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 26 જાન્યુઆરી 1950ના રોજ ડૉ.બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલું ભારતનું સંવિધાન અમલમાં આવ્યું હતું, જેની યાદમાં દર વર્ષે આ દિવસ પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે.

 

Back to top button
error: Content is protected !!