ARAVALLIGUJARATMODASA

વન અને પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીની અરવલ્લી જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

વન અને પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીની અરવલ્લી જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ

જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી મંત્રી એ જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે માહિતી મેળવી

વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ અને વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીની અરવલ્લી જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ. બેઠકમાં મંત્રી એ જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે માહિતી મેળવી.મંત્રી એ જિલ્લાના વાહન વ્યવહાર, બસ રૂટ, વનીકરણ, રોડ રસ્તા, નવીન તાલુકામાં બસ સ્ટેન્ડની વ્યવસ્થા, નડતરરૂપ વૃક્ષોના કટીંગ , રોડ સેફ્ટી, માઈનિંગ, વેસ્ટ મેનેજમેન્ટ, ગૌચર વિસ્તાર, વૃક્ષારોપણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. સાથેજ મંત્રીશ્રીએ આગામી વર્ષોના વન વિભાગના આયોજન અંગે પણ માહિતી મેળવી.આજની બેઠકમાં જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, સાંસદ  શોભનાબેન બારૈયા મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ, સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, નિવાસી અધિક કલેકટર ડી.વી.મકવાણા સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!