ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પોતાના જન્મદિવસે બમરોલી સ્થિત અટલ સંવેદના ચિકિત્સાલય ખાતે મોબાઈલ મેડિકલ વાનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

10 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
મજુરા મિત્ર મંડળ પ્રેરિત મોબાઈલ મેડિકલ વાનથી મજુરા વિધાનસભા વિસ્તારના જરૂરિયાતમંદોને ઘરઆંગણે નિ:શુલ્ક આરોગ્ય તપાસ અને સારવાર સુવિધાઓ ઉપલબધસુરત. બુધવાર:- ગૃહરાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના જન્મદિવસની સેવાસભર ઉજવણી કરતા મજુરા મિત્ર મંડળ દ્વારા બમરોલી સ્થિત અટલ સંવેદના ચિકિત્સાલય ખાતે ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓને ઘરઆંગણે આરોગ્ય સેવા મળી રહે તેવા ઉમદા હેતુથી મોબાઈલ મેડિકલ વાનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મજુરા વિધાનસભામાં વયોવૃદ્ધ વડીલો ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓને ઘરઆંગણે નિ:શુલ્ક આરોગ્ય તપાસ અને સારવાર સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે બમરોલી ઉધના ઉત્તર વોર્ડ ૨૩ના કોર્પોરેટર સર્વશ્રી પરેશભાઈ પટેલ, ડો.દીનાનાથ મહાજન, ગીતાબેન રબારી, ઉર્મિલાબેન ત્રિપાઠી, વોર્ડ પ્રમુખ સૌરભ દારૂવાલા, અગ્રણીઓ શૈલેન્દ્રભાઈ ત્રિપાઠી, તેજાભાઇ રબારી, પૂર્વ શાસક પક્ષ નેતા ગિરિજાશંકર મિશ્રા, સંગઠન હોદ્દેદારો, કાર્યકરો, વિવિધ મોરચાના પ્રમુખો સહિત શહેરીજનોએ ઉપસ્થિત રહી ગૃહરાજ્યમંત્રીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.




