
રાજ્ય મંત્રી મનિશાબેન વકિલે ઝઘડિયા તાલુકાના સારસા ગામની મુલાકાત લીધી




આયોજિત કાર્યક્રમમાં જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશ મોદી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
ઝઘડિયા તા.૭ ડિસેમ્બર ‘૨૫
રાજ્ય મંત્રી મનિશાબેન વકિલે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામની મુલાકાત લીધી હતી. મળતી વિગતો મુજબ મહિલા, બાળ કલ્યાણ વિભાગ અને સામાજિક ન્યાય અધિકારીતા રાજ્યકક્ષાના મંત્રી ડો. મનિશાબેન વકીલ સારસા ગામે તાલુકા પંચાયત સદસ્ય રતિલાલ રોહિતના નિવાસસ્થાને આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, સારસા ગામના સરપંચ પ્રેમીલાબેન વસાવા તેમજ મહેશભાઈ વસાવા, બાલુભાઇ રોહિત, દત્તુભાઈ પરમાર સહિત અન્ય અગ્રણીઓ અને ગ્રામજનો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્ય મંત્રીની સારસા ગામની મુલાકાત માટે જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશભાઈ મોદી તથા ઝઘડિયા તાલુકા ભાજપા ઉપપ્રમુખ નિલેશભાઈ સોલંકીનો સહયોગ રહ્યો હતો.કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રીએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી,અને તેનો યોગ્ય લાભ લેવા ઉપસ્થિત સહુને અનુરોધ કર્યો હતો.કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.મનિશાબેન વકિલે કોઇપણ સામાજિક કામ હોયતો ગાંધીનગરની મુલાકાત લઇ શકો છો,એમ જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રતિલાલ રોહિતે કર્યું હતું.
ઈરફાન ખત્રી
રાજપારડી




