વેજલપુર રૂપારેલ નદી ની સફાઈ કરવા ગ્રામજનો મજબુર ગ્રામ પંચાયત સાફ સફાઈ ન કરાવતા ગ્રામજનો જાતે સાફ સફાઈ નું અભિયાન ચલાવ્યું
તારીખ ૦૩/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
લો બોલો વેજલપુર ગ્રામ પંચાયત પાસે સાફ સફાઈ કરાવવા માટે પૈસા નથી.! ગામના જાગૃત નાગરિક દ્વારા સાફ સફાઈ ની માંગ કરતા ગ્રામ પંચાયત દ્વારા જણાવેલ કે ગ્રામ પંચાયત માં સ્વચ્છતાની ગ્રાન્ટ નથી જેથી ગામના જાગૃત નાગરિક દ્વારા લોક ફાળો એકકઠ્ઠો કરી જાતે સ્વચ્છતા અભિયાન કરાયું એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા માટે લાખો રૂપિયા ની ગ્રાન્ટો ફાળવે છે તે ગ્રાન્ટી કયા વપરાય છે તેવાં અનેક સવાલો વેજલપુર ગ્રામ પંચાયત સામે ઉઠી રહયા છે કાલોલ તાલુકાના વેજલપુર ગામની રૂપારેલ નદી નાળા માં ભયંકર ગંદકી ને લય નાળા ની પાઈપો જામ થયેલ હોવાથી નદીનું પાણી ડીપ બ્રિજ ઉપર થી પ્રસાર થઈ રહયું હતું જેથી ગામજનો ને અવર જવર કરવા મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેથી ગામના જાગૃત નાગરિક ફીરોઝ નાના દ્વારા વેજલપુર ગ્રામ પંચાયત ના જવાબદાર ને વારંવાર મૌખિક રજુઆતો કરવા છતાં વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા સાફ સફાઈ ન કરાવી યોગ્ય નિકાલ ન કરતા ગામના જાગૃત નાગરિક તેમજ સ્થાનિક રહીશો દ્વારા લોક ફાળો એકકઠ્ઠો કરી રૂપારેલ નદીના નાળા ની પાઈપો ગંદકી થી જામ થયેલ નાળા ની જાતે પાણીમાં ઉતરી ને નદી નાળા ની સાફ સફાઈ નું અભિયાન ચલાવ્યું હતું જેના ફોટા વીડિયો વોટ્સએપ સોશિયલ મીડિયા ગૃપો માં હાલ વાયરલ થયા છે જેમાં સ્થાનિક લોકો દ્વારા નાળા ની સફાઈ કરાવી પાણી નો યોગ્ય નિકાલ કર્યો જેથી વેજલપુર ગ્રામ પંચાયત સામે અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી અગાઉ પણ વેજલપુર ગામમાં ઠેરઠેર ભયંકર ગંદકી હોવાથી આગામી ૭ જૂન ના રોજ મુસ્લિમોનો ઈદ નો તહેવાર અને ચોમાસાની ઋતુ હોવાથી ગામમાં સાફ સફાઈ માટે વેજલપુર ગ્રામ પંચાયત માં ગામના જાગ્રુત નાગરિક ફિરોઝ નાના દ્વારા મૌખિક રજુઆત કરવામાં આવી હતી જેથી વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી એ ગામના જાગૃત નાગરિક એવા ફિરોજ નાના ને સાથે રાખી ને વેજલપુર મુસ્લિમ વિસ્તારની અંદર આવેલ ભયંકર ગંદકી નું નીરક્ષણ કર્યું હતું વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી જીજ્ઞેશ ભાઈ ગોહિલ દ્વારા ઈદ પેહલા સાફ સફાઈ કરવાનું આશ્વાસન આપ્યું હતું અને ચોમાસાની ઋતુ હોવાથી વેજલપુર ગામ ની રૂપારેલ નદી ઉપર આવેલ નાળા ની પાઈપો ની સાફ સફાઈ ની રજુઆત કરવામાં આવી હતી જેથી વરસાદી પાણી નિકાલ થાય અને નદી નાળા ની પાઈપો માં ઝાડી ઝાંખરા તેમજ કચરા ના લીધે પાઈપો જામ થાય નહિ તેવી રજુઆત કરવામાં આવી હતી જેથી વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી અને વેજલપુર ગ્રામ પંચાયત ના કર્મચારી ને સાથે ગામના જાગૃત નાગરિક દ્વારા ગામની મુલાકાત લઈ આગળ સાત તારીખે ઈદ નો તહેવાર અને ચોમાસાની ઋતુ ધ્યાને લઈ ગામની ગંદકી અને નદી નાળા ને સાફ કરવા માટે પંચાયત ના તલાટી કમ મંત્રીશ્રી રૂબરૂ સ્થળ તપાસ કરી પાંચ તારીખ સુધી સાફ-સફાઈ કરી આપવાનું આશ્વાસન આપેલ હતું તેમ છતાં આજ દિન સુધી સાફ સફાઈ ન થતા લોકો માં ભારે નારાજગી જોવા મળી હતી.