
મંત્રી પ્રવિણ માળીએ ડેડીયાપાડામાં કૌશલ્ય કેન્દ્ર અને નમો વડ વન ની મુલાકાત લીધી
તાહિર મેમણ – ડેડીયાપાડા – 31/03/2026 – મંત્રી પ્રવિણ માળીએ ફૂલસર રેન્જમાં ઝાડોલી ખાતે વનવિભાગ દ્વારા નિર્મિત ચેકપોસ્ટના નવીનીકરણનું લોકાર્પણ કર્યું. આ સાથે તેમણે ડેડીયાપાડામાં વાંસ આધારિત કૌશલ્ય વર્ધન કેન્દ્ર અને ‘નમો વડ વન’ની પણ મુલાકાત લીધી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ. કે. મોદી, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, દેડિયાપાડાના પ્રાંત અધિકારી જુહી પાંડે, પૂર્વ મંત્રી મોતિલાલ વસાવા, મામલતદાર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પર્યુષાબેન વસાવા અને શંકરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, જિલ્લાના અગ્રણી નીલભાઈ રાવ, વનવિભાગના અધિકારીઓ, DGVCLના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થી ખેડૂતો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા




