મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાએ જન્મદિનની ઉજવણી ગાંધીનગરની આંગણવાડી કેન્દ્રના નાના ભૂલકાઓ સાથે કરી

0
29
વાત્સલ્યમ્ સમાચાર

તા.૧૪/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

મહિલા અને બાળ વિકાસ અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાએ તેમના જન્મદિનની ઉજવણી ગાંધીનગરની સેકટર -૬ આંગણવાડી કેન્દ્રના નાના ભૂલકાઓ સાથે કરી હતી.

IMG 20230914 WA0018 2

આ તકે મંત્રીશ્રીનું કિશોરીઓ તેમજ બાળકોના વાલી દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળસહજ રીતે મંત્રીશ્રીએ બાળકોની સાથે કેક કાપી, વાતો કરી તેમને જન્મદિવસની ઉજવણીનો પ્રતિક રૂપે રિટર્ન ગીફ્ટ તેમજ ફુટનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં આંગણવાડીના બાળકોમાં ધાત્રી, કિશોરીઓ અને વાલીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

IMG 20230914 WA0017 1

મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા દ્વારા આંગણવાડી વધુ હરિયાળી બંને તે માટે વૃક્ષારોપણ પણ કરવામા આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસના સચિવ અને કમિશ્નરશ્રી કે.કે.નિરાલા(આઈ.એ.એસ), અધિક સચિવ ડો.રંજિત કુમાર (આઈ.એ.એસ.), નાયબ સચિવશ્રી અને નિયામક મહિલા વિંગના ડો.જાસ્મિન હસરત, જેન્ડર રિસોર્સ સેન્ટરના નિયામક શ્રીમતી અવંતિકા દરજી, વિભાગીય નાયબ નિયામક ઈલાબા રાણા, તેમજ ગાંધીનગર મ્યુનિસિપલ અધિકારી તેમજ અન્ય કર્મચારીશ્રીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here