
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
સુરક્ષા સેતુ સોસાયટી, અરવલ્લી જિલ્લા પોલીસ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે પોલીસ હેડ ક્વાટર્સ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
એસપ શૈફાલી બારવાલ સાહેબએ રક્તદાન કરી પોલીસ સ્ટાફ અને જાહેર જનતાને રક્તદાન કરવા અપીલ કરી.‘રક્તદાન મહાદાન’ સૂત્રને સાર્થક કરતાં અરવલ્લી જિલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને તેમની અધ્યક્ષતામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. આજકાલ વધતાં જતાં અકસ્માતોમાં અને સારવાર હેઠળના દર્દીઓમાં રક્તની માંગ વધી છે તેમજ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને નિયમિત સમયે રક્ત ચઢાવવું પડે છે. પણ રક્ત જ એક એવી વસ્તુ છે જે કોઈ પણ પ્રયોગશાળામાં બની શકતું નથી કે બીજી કોઈ રીતે તેનું ઉત્પાદન કરી શકાતું નથી. જે ફક્ત તંદુરસ્ત માનવશરીરમાંથી જ રક્તદાન દ્ધારા મળે છે. જે અંતર્ગત રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવા અને રક્તની જરૂરિયાતને પહોચી વળવા અરવલ્લી જિલ્લા પોલીસ વડા શરૂઆતથી બ્લડ ડોનેશન કેમ્પને મહત્વ આપી રહ્યા છે. ત્યારે રક્તદાન અંગે વધુમાં વધુ જાગૃતિ ફેલાવવા પહેલ કરી અરવલ્લી જિલ્લા પોલીસ હેડ ક્વાટર્સ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું અને પોતે બ્લડ ડોનેશન કર્યું હતું. આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લીના ચેરમેન ભરતભાઈ પરમાર, ASP સંજય કેસવાલા સાહેબ, DySP વાઘેલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને બ્લડ ડોનેશનનું મહત્વ સમજાવી રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી ઉત્સાહ વધાર્યો હતો. ચેરમેન ભરતભાઈ પરમારએ રેડક્રોસની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી તથા પોલીસ સ્ટાફના આરોગ્યની ચિંતા કરતાં તેઓને વિના મૂલ્યે આરોગ્યલક્ષી સેવાઓ આપવા જણાવ્યુ હતું તેમજ આગામી સમયમાં રેડક્રોસ ભવન બનાવી બ્લડ બેંક, ફિજીયોથેરાપી સેન્ટર, અન્ય આરોગ્યલક્ષી સેવાઓ જાહેર જનતા માટે ખુલ્લી મૂકવા જણાવ્યુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા, ASP સંજય કેસવાલા સાહેબ, DySP વાઘેલા સાહેબ સહિત ઉચ્ચ અધિકારી ઓ, વિવિધ તાલુકાઓના PI, PSI, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાનો, TRB જવાનો, નાગરિકો જોડાયા હતા અને મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. રેડક્રોસ બ્લડ બેંક હિંમતનગરના ડો.એન.એસ. રાઠોડ અને તેમની ટિમએ રક્તદાનની પ્રક્રિયા કરી યોગ્ય માહિતી આપી હતી. નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.ડાભી અને PI શ્રી ડી.એન. પરમાર દ્ધારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.




