BANASKANTHAGUJARATPALANPUR

ડીસા ખાતે મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ ક્રિકેટ ટુર્નામેન્ટનો કરાવ્યો પ્રારંભ

21 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

ડીસા ખાતે મહાત્મા જ્યોતિરાવ ફૂલે એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી ગોરધનજી ગીગાજી માળી પ્રીમિયર લીગ – ૩ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજ રોજ રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જ રાજ્યમંત્રીશ્રી પ્રવીણભાઈ માળી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ ખેલ પ્રેમીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, રમત યુવાનોમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને ટીમ સ્પિરિટ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. યુવાનો રમત ગમત ક્ષેત્રે પોતાની પ્રતિભાને તક આપીને રાજ્ય અને દેશ સ્તરે બનાસકાંઠાનું ગૌરવ વધારે તે માટે તેમણે ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
ત્રણ દિવસ સુધી યોજાનાર આ ટુર્નામેન્ટમાં કુલ ૧૨ ટીમો ભાગ લઈ રહી છે. મંત્રીશ્રીએ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડતા ક્રિકેટ પર હાથ અજમાવ્યો હતો તથા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!