GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કુવાડવા GIDC ખાતે ‘‘પ્લાસ્ટિક પ્રદૂષણ નિર્મૂલન અભિયાન’’ સાથે મિશન લાઈફ સંકલ્પ કાર્યક્રમ યોજાયો

તા.૧/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: કુવાડવા GIDC ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણનું નિર્મૂલન કરવા માટે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ૩૦ મે ના રોજ યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત પ્લાસ્ટિક કચરાનું એકત્રીકરણ અભિયાન, પ્લાસ્ટિકના ઊપયોગ અંગે જાગૃતિ રેલી અને મિશન લાઈફ સંકલ્પ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ઉદ્યોગકારો, કર્મચારીઓ અને નાગરિકોમાં પર્યાવરણીય જાગૃતિ લાવવાનો અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવા સંકલિત પ્રયાસો થકી પ્રોત્સાહન આપવાનો હતો.

સવારના ભાગે યોજાયેલા સફાઈ અભિયાનમાં ઊદ્યોગ વિસ્તારમાં ઉદ્યોગસાહસિકો, કર્મચારીઓ અને સામાજિક સંસ્થાઓના સભ્યો જોડાયા હતા અને પ્લાસ્ટિક સહિતના કચરાની સફાઇ કરી હતી. ત્યાર બાદ યોજાયેલી પ્લાસ્ટિક જાગૃતિ રેલીમાં “પ્લાસ્ટિક છોડો – પર્યાવરણ બચાવો”, “Reuse કરો – Reduce કરો” જેવા નારા લગાવી વિવિધ લખાણોવાળા બેનર સાથે લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

આ પ્રસંગે યોજાયેલ મિશન લાઈફ સંકલ્પ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પર્યાવરણ જીવનશૈલી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. લોકોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા, પુનઃપ્રાપ્ય ઉર્જાની પદ્ધતિઓ અપનાવવા, તથા નિત્ય જીવનમાં ઉર્જા, પાણી અને કુદરતી સંસાધનોનો વિચારપૂર્વક ઉપયોગ કરવા સંકલ્પબધ્ધ થયા હતા.ઉપરોક્ત કાર્યક્રમ દરમિયાન વિવિધ ઉદ્યોગ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અધિકારીઓ કર્મચારીઓના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!