
ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જીલ્લાના શિનોરમાં વિકાસના કામોનો પ્રવાહ અવિરત જોવા મળ્યો છે..ત્યારે આજરોજ તાલુકા મથક શિનોર ખાતે તાલુકા પંચાયત ક્વાર્ટર્સ ઉપરાંત તાલુકાના વિવિધ ગામોમાં મળી,વધુ રૂપીયા 4.50 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અક્ષયપટેલ ના વરદ્ હસ્તે કરાયું છે..
આ પ્રસંગે શિનોર તાલુકામાં આવી પહોંચેલા લોકલાડીલા ધારાસભ્ય અક્ષયપટેલ સાથે તાલુકા ભાજપ પ્રમુખ સંકેતપટેલ સહિત ના આગેવાનો અને જે તે ગામના આગેવાનો ની ઉપસ્થિતિ વચ્ચે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું..
આજરોજ કરાયેલા ખાતમુહૂર્ત માં તાલુકા પંચાયત ના ક્વાર્ટર્સ સહિત નવીન પંચાયત ભવન,પ્રાથમિક શાળા તેમજ પીકનીક પોઇન્ટ તરીકે જાણીતા બનેલ મઢી થી દિવેર ને જોડતા પાકા માર્ગ નો સમાવેશ થતાં સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી છવાયેલી જોવા મળી છે..




